________________
સ્વ. માતુશ્રી મણિબહેન કોઠારી
આજે જે કાંઈ મારામાં છે, સેવાના ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે, આધ્યાત્મિક ક્ષેત્રે, ઔદ્યોગિક ક્ષેત્રે અને માનવતાના ક્ષેત્રે તે સર્વ આપે આપની હયાતી દરમ્યાન આપેલા સંસકારનું જ પરિણામ છે. આપે વાવેલા બીજનું જ ફળ છે.
ચાંદ કબી છીપ નહિ જાતા હજાર બાદલ આને કે બાદ જીવનમાં ગમે તેવા તોફાન, ઝંઝાવાત કે આપત્તિમાં ધીરજ અને હિંમતથી હું શાંત, સ્થિર અને સમભાવે રહી શકું છું અને તેમાંથી નવી શક્તિ અને નવી તાકાત મેળવીને જીવનસંગ્રામમાં આગળ ને આગળ વધતો રહું છું તે આપે આપેલા અમૂલ્ય વારસાને જ અને આપે ખૂબ જ ખંતથી અને હોંશથી કરેલ ચણતર, ગણતર અને ઘડતરને જ આભારી છે. માતૃદેવો ભવઃ
લિ. આપનો આજીવન બ્રણી રમણિકલાલ કસ્તુરચંદ કેઠારી