________________
૧૪૮
શારદા સરિતા ક્ષમાની હદ આવી ગઈ છે. હવે કઈ સંગેમાં હું તેમની પાસે જઈ શકીશ નહિ. મને લજા આવે છે. ધરતી જગ્યા આપે તે સમાઈ જાઉં. આમ પશ્ચાતાપ કરે છે, રડે છે, ઝૂરે છે. શું કરવું તેની સમજ પડતી નથી.
તાપસે વિચારે છે કે તપસ્વી પારણું કરીને આવ્યા કે કેમ?
અહીં અગ્નિશમને ન જોયા એટલે બીજા તાપસકુમારે વિચાર કરવા લાગ્યા કે હજુ મહાતપસ્વી પારણું કરીને આવ્યા લાગતા નથી. લાવે તપાસ કરીએ. તેઓ જ્યાં જ બેસતા હતા ત્યાં તપાસ કરી તે અગ્નિશર્મા ન મળ્યા. આંબાવાડીમાં શિલા ઉપર ધ્યાન કરીને બેઠા હતા. તાપસોએ તેમના સામું જોઈને પૂછયું તપસ્વીજી ! આપનું પારણું થયું કે નહિ ? આપનું મુખ કરમાએલું કેમ દેખાય છે ? ત્યારે તાપસ કહે છે ના. કેમ નથી થયું ? આપ રાજાને ત્યાં પધાર્યા હતા કે નહિ ? ત્યારે તાપસ કહે છે ગયા હતા પણ રાજા મારો પહેલેથી વેરી છે. મને હેરાન હેરાન કરે છે. આટલું બોલતા તાપસના ગાત્રો ધ્રુજવા લાગ્યા. આંખો લાલ અંગારા જેવી થઈ ગઈ છે. એને કેપ જોઈ શિષ્ય ધ્રુજી ગયા. હવે આપણું કામ નહિ. ગુરૂદેવને જાણ કરીએ. કઈ જબરો માણસ હોય એને કંઈ કહેવું હોય તે તમે એમ કહે છે કે અમારું કામ નહિ. એ તો માથાભારે માણસ છે. તાપસ જલ્દી ગુરૂ પાસે આવ્યા ને બધી વાત કહી. ગુરૂ ખૂબ ગુણવાન અને ગંભીર હતા. અંધકારમાંથી પ્રકાશમાં લઈ લઈ જાય તેનું નામ ગુરૂ. જેમ સૂર્યની ગરમી લાગે પણ બળી ન જવાય. સૂર્યોદય થતાં ગંદકી દૂર થઈ જાય તેમ ગુરૂને તાપ લાગે તેથી શિષ્યના જીવનમાં રહેલા દુર્ગણ નાશ પામે છે. આ ગુરૂ તેજસ્વી હતા. શિષ્યની વાત સાંભળી ગુરૂ સમજી ગયા કે નકકી રાજાની ભૂલ થઈ હશે. પારણું નહિ થયું હોય તેથી અગ્નિશમ કે પાયમાન થયો હશે. પૂર્વનું વેર જાગશે તે રાજા અને અગ્નિશમ બંનેને મોટું નુકશાન થશે. એનું અહિત થતું અટકાવી દઉં. એ વિચારથી ગુરૂ તરત પોતાના આસનેથી ઉભા થઈ ગયા. ગુરૂ અગ્નિશમ પાસે જશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન ન. ૨૨ શ્રાવણ સુદ ૨ ને મંગળવાર
તા. ૩૧-૭૭૩ અનંત કરૂણાનીધિ શાસ્ત્રકાર ભગવતે દ્વાદશાંગી સૂત્રની પ્રરૂપણ કરી તેમાં જમાલિકુમારને અધિકાર ચાલે છે. માહણકુંડ અને ક્ષત્રિયકુંડ નગરની વચમાં બહુશાલ