________________
શારદા સરિતા
૧૧૯ વેગ ઉપડશે તે કર્મના ચૂરેચૂર થઈ જશે, મહાવીર પ્રભુની પેઢી પર તે લાભ લાભ ને લાભ છે. તમારા સંસારની પેઢી પર તે તમારા પ્રારબ્ધમાં હશે તે લાભ મળશે. ગમે તેટલે પુરૂષાર્થ કરે પણ જે પ્રારબ્ધમાં નહિ હોય તે નહિ મળે..
તમારે બહારગામ જવાનું હોય ત્યારે વહેલા સ્ટેશને પહોંચી જાવ છો. પણ આ આત્માની ટ્રેઇન ક્યારે ઉપડશે તેની ખબર નથી. એને સારા સ્ટેશને લઈ જવી હોય તો વેગથી દેડીને અહીં આવી જાવ. જમાલિકુમારને વેગ ઉપડે છે એટલે કંચુકીઓને કહે છે હે દેવાનુપ્રિયે! મારે પ્રભુ મહાવીરના દર્શન કરવા જવું છે, તે તમે જલ્દી ચાર અશ્વનો રથ તૈયાર કરો. માણસને આજ્ઞા આપી પોતે સ્નાનગૃહમાં ગયા. સ્નાન કરીને રાજ્યના નિયમ પ્રમાણે બલીકર્મ કર્યું અને ભગવાનના દર્શને જવાની તૈયારી વેગથી કરી રહ્યાં છે. દર્શનના ઉત્કૃષ્ટ ભાવથી એમના કમની ભેખડ તૂટવા માંડી છે. ભગવાન કહે છે “માને ત્તિ ” કરવા માંડયું ત્યારથી કર્યું.
કૃષ્ણ વાસુદેવ નેમનાથ પ્રભુના વંદન કરવા ગયા. એ ભાવ ઉપડે કે સાતમી નરકે જવા યોગ્ય કર્મના ઠળીયાને વિખરીને ત્રીજી નરકે લાવીને મૂકી દીધા. વંદન કરવાથી જીવને શું લાભ થાય છે.
वंदणएणं भंते ! जीवे कि जणयइ ? वंदणएणं नीयागोयं कम्म
खवेइ, उच्चागोयं कम्मं निबन्धइ ॥ ' ઉત્કૃષ્ટ ભાવે વંદન કરવાથી નીચ ગોત્ર કર્મને ખપાવે છે અને ઉચ્ચ ગોત્ર કર્મ બાંધે છે. પંચમહાવ્રતધારી સંતને જોઈને એવા ભાવ થવા જોઈએ કે હું ક્યારે આ બનીશ? કૃષ્ણ વાસુદેવે તેમનાથ પ્રભુના ૧૮૦૦૦ સંતેને ભાવવંદન કર્યા અને સંતોને જઈને એ ઉલ્લાસ આવ્યું કે હું મારા નાથ! શું તારો દરબાર શોભે છે! -
શું એ શોભી રહ્યા છે મારા જનવરીયા, જાણે તરસ્યાને મીઠા મીઠા સરવરીયા...શું એ શેાભી.
હું ગમે તે માટે વાસુદેવ હોઉં, સિંહાસને બેસતો હોઉં અને મારો ગમે તે દરબાર ભરાતો હોય તો પણ નાથ, તારા દરબાર જે મારે દરબાર શોભતો નથી. મોતીની માળા જેવા એકેક સંતે કેવા શેભે છે? આત્માની મસ્તીમાં કેવા મસ્ત છે અને હું તો સંસારના કીચડમાં ફસાયો છું. હું આ માર્ગ કયારે અપનાવીશ? આવા ઉત્કૃષ્ટ ભાવ આવતાં કર્મની ભેખડો તોડી નાંખી જેના દર્શને પરિણામ ઉપર છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિએ વચનથી કે કાયાથી કોઈની સાથે યુદ્ધ કર્યું ન હતું છતાં મનથી સાતમી નરકે જવાને ગ્ય કર્મના દળીયા ભેગા કર્યા અને પાછી એવી પશ્ચાતાપની ભઠ્ઠી સળગી અને શુદ્ધ ભાવની શ્રેણીએ મનથી ચઢ્યા તો કેવળ જ્ઞાન પામી ગયા. મનસ્મૃતિમાં કહ્યું છે કે – મન gવ મનુષ્યનાં વેર વઘમોક્ષયો: મનુષ્યને નરકમાં લઈ જવાવાળું મન