________________
૧૧૮
શારદા સરિતા વાસુદેવને કહ્યું હતું કે જ્યાં સુધી તારી નગરીમાં એક પણ વ્રત –પ્રત્યાખ્યાન હશે ત્યાં
સુધી કે દેવ ઉદ્રપવ કરી શકશે નહિ. બાર વર્ષ સુધી બરાબર વ્રત-નિયમો ચાલુ રહ્યા. એક દિવસ ગેઝારો આવી કે બાર યોજન લાંબી ને નવ જન પહોળી એવી દ્વારકા નગરીમાં એક પણ વ્રત-પચ્ચખાણ નહિ, તે વખતે કઈ સાધુ–સાવી પણ હાજર ન હતા. ત્યારે કે પાયમાન થયેલા દેવે બે ઘડીમાં બાર યોજન લાંબી દ્વારકાનગરી સાફ કરી નાંખી. તપ કરવાથી બાહ્ય ઉપસર્ગને નાશ થાય છે અને આત્યંતર કર્મરૂપી શત્રુ નાશ થાય છે. શરીર પણ નીરોગી બને છે.
જમાલિકુમાર પડે છે? :- જમાલિકુમાર કંચકીને બોલાવીને પૂછે છે આજે ક્ષત્રિયકુંડનગરમાં શું છે? શેને ઉત્સવ છે? એક દિશા તરફે જનતા આટલા ઉમંગભેર કયાં જઈ રહી છે? ત્યારે કંચુકી કહે છે મહારાજા! તમે પૂછો છો તે માંહેને એકેય ઉત્સવ કે મહોત્સવ નથી. પણ ક્ષત્રિયકુંડનગરની બહાર બહુશાલ નામને ઉદ્યાનમાં ભગવાન મહાવીર પધાર્યા છે તેમના વંદન કરવા માટે જાય છે. આટલો સંદેશ જમાલિકુમારે સાંભળે. એટલા સંદેશાએ કમાલ કરી. ભગવાન મહાવીરનું નામ સાંભળીને એના રોમસાય ખડા થઈ ગયા. શું મારા નાથ પધાર્યા છે! હવે તો જલ્દી તેમના દર્શન કરવા માટે જાઉં. હવે તેને મહેલ જેલ જે લાગે. નાટકના ધમકાર કકળાટ જેવા લાગ્યા. બંધુઓ ! ભગવાનના દર્શને જવાને વેગ ઉપડે તેય કેટલો મહાન લાભ થાય છે.
એક વખત એક શ્રાવક પંચમહાવ્રતધારી સંતના દર્શન કરવા જઈ રહ્યો હતો. તે વખતે રસ્તામાં એક મિશ્રષ્ટિવાળા મિત્ર મળે. તેણે પૂછ્યું કે તમે કયાં જાવ છો? ત્યારે શ્રાવકે કહ્યું કે ગામ બહાર મારા તરણતારણ ગુરુદેવ પધાર્યા છે. તેમને વંદન કરવા માટે જાઉં છું. તે વખતે પેલો મિત્ર પૂછે છે એમને વંદન કરવાથી શું લાભ થાય? ત્યારે શ્રાવક કહે છે મહાન લાભ થાય છે. શુદ્ધ ભાવેથી સંતના દર્શને કરીએ તો કર્મની ભેખડે તૂટી જાય છે. એટલે મિશ્રદષ્ટિવાળાએ કહ્યું ત્યારે તો હું આવું. એમ કહીને વાંદવાને પગ ઉપડે ત્યાં બીજે મહામિથ્યાત્વી મિત્ર મળે. એણે કહ્યું. કયાં જઈ રહ્યા છે ત્યારે મિશ્રષ્ટિવાળો કહે છે સંત મહાત્માને વંદન કરવા જઈએ છીએ ત્યારે મહા મિથ્યાત્વી કહે છે એમને શું વંદન કરવા છે! એ તો મેલાઘેલા હોય છે એટલે મિશ્રદષ્ટિવાળો અટકી ગયે. પણ શ્રાવક તે ગુરુને વંદન કરવા ગયે. જ્ઞાની ગુરુને વંદન કરીને પૂછ્યું ગુરૂદેવ! વંદન કરવા પગ ઉપાડે તેને શું લાભ થયે? તે વખતે ગુરૂદેવ કહે છે એ કાળા અડદ સરીખો હતો તે છડેલી દાળ જે થયો. કૃષ્ણપક્ષી દળીને શુકલપક્ષી થયે. સમકિત સન્મુખ થયો પણ પગ ભરવા સમર્થ નહિ. અનાદિ કાળને ઉલ્ટ હત તે સુલટો થયો. તે જીવ ચાર ગતિ વીસ દંડકમાં ભમીને દેશે Gણું અર્ધપુદ્ગલ પરાવર્તનમાં સંસારનો પાર પામશે. કેટલો લાભ થયો? એક વાર આત્મા તરફનો