________________
શારદા સરિતા
૧૧૫
નહિ એવી તેમની પ્રતિજ્ઞા હતી એટલે એ મહા તપસ્વી તપવનમાં આવ્યા એટલે બધા તાપસે પૂછે છે ગુરૂદેવ! આપનું પારણું હજુ નથી થયું? આપનું મુખ હજુ કરમાયેલું કેમ જણાય છે? શું આપ હજુ રાજમહેલમાં નથી ગયા? અગ્નિશમ તાપસ કહે છે હું ત્યાં ગયે હતું પણ રાજાને કેઈ અશાતાનો ઉદય થયે છે એટલે આખું રાજકુળ નકરચાકરો બધા ચિંતાતુર બની ગયા છે. અંતેઉર રહે છે. હું થોડીવાર ત્યાં ઉભો રહ્યો પણ કઈ આવે–પધારે એમ કહી શકે તેમ ન હતું. એટલે હું પાછો આવ્યો છું. ત્યારે . કુલપતિ કહે છે કે મહાતપસ્વી! જે તમે મનમાં લેશ પણ ક્રોધ ન લાવશે. રાજા ખૂબ બિમાર હશે તેથી આવું બન્યું. એને તમારા પ્રત્યે તો ખૂબ ભક્તિભાવ છે. એ જાતે પારણું વખતે ઉભા રહે તેવા છે. માટે તમે લેશમાત્ર તેના ઉપર કષાય ભાવ ન લાવતા. તમારી વર્ષોની સાધના ન લૂંટાય. અગ્નિશમ કહે છે ગુરૂદેવ! એ તે મારો કલ્યાણ મિત્ર છે. મને તેના ઉપર ખૂબ પ્રેમ છે. હું કોઈ નહિ કરું. મને સહેજે તપની વૃદ્ધિ થઈ. આપ મને બીજા મહિનાના ઉપવાસ કરવાની પ્રતિજ્ઞા આપે. ખબ પ્રસન્નચિત્તે અગ્નિશર્માએ બીજો મહિનાના ઉપવાસની પ્રતિજ્ઞા કરી. અહીં જેવી પ્રતિજ્ઞા થઈ કે તરત રાજાને મસ્તકની વેદના શાંત થઈ ગઈ અને રાજાને યાદ આવ્યું કે મેં આજે તપસ્વીને પારણું કરવાનું આમંત્રણ આપ્યું હતું. એના માણસને કહે છે તમે તપસ્વીના પારણુનું ધ્યાન રાખજે. તે હજુ આવ્યા છે કે નહિ? તપસ્વીને જરા પણ દુઃ ખ ન થાય તેમ કરજે. તપસ્વી જે કોપાયમાન થશે તે મોટો અનર્થ થશે. મહાન પુરૂષો કપાયમાન થાય તો કૉન્ગ નર રોહિશો કેડો માણસોને બાળીને ભસ્મ કરી દેશે. આ પ્રમાણે રાજા કહે છે. હવે તેના માણસો શું કહેશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૧૮ અષાડ વદ ૧૩ને શુક્રવાર
તા. ર૭-૭–૭૩ શાસ્ત્રકાર ભગવાન ત્રિલોકીનાથે કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત થયા પછી જગતના જીવોને અજ્ઞાનરૂપી અંધકારમાંથી બહાર કાઢવા અને જ્ઞાનરૂપી પ્રકાશના પંથે લઈ જવા સિદ્ધાંતમય વાણીની પ્રરૂપણ કરી. જીવ અનાદિકાળથી પરદ્રવ્યને સ્વદ્રવ્ય માની તેને વળગી રહે છે. આ વીતરાગ વાણી અને વીતરાગ શાસન મહાન પુણ્યદયે મળ્યા છે છતાં તમારે વહેવાર, પૈસા ને પત્ની જેટલા વહાલા લાગ્યા છે તેટલી આત્મસ્વરૂપની રમણતા કરાવનાર વીતરાગની વાણી વહાલી લાગી છે? જ્યારે આ ચતુર ચેતન નિજઘરમાં રમણતા કરશે ત્યારે તેની રોનક બદલાઈ જશે. માટે હે માનવ! તારી એક ક્ષણ સ્વાનુભૂતિ