________________
૧૧૪
શારદા સરિતા રાજાને ત્યાં પારણું કરવા જવાનું આમંત્રણ સ્વીકારી લીધું. રાજા પોતાના મહેલમાં ગયા. જઈને એની રાણીને તેમજ નેકર ચાકરેને કહી દીધું કે આજથી છઠું દિવસે આપણે ઘેર મહાન તપસ્વી પારણું કરવા આવવાના છે. તમે બધા ખડે પગે તેમની સેવામાં હાજર રહેજે અને એમને ખૂબ શાતા ઉપજે તે રીતે પારણું કરાવજે. એમ બધાને ખૂબ ભલામણ કરી.
પારણુના દિવસે રાજાને મસ્તક વેદના". મહારાજાના મનમાં ખૂબ આનંદ છે. તપસ્વીના પારણાની તેની રાહ જોતા હતા કે કયારે તપસ્વી પધારે ને હું તેમને પારણું કરાવી પાવન બનું. પણ કર્મની ગતિ વિચિત્ર છે. માણસ ધારે છે જુદું ને બની જાય છે જુદું. અહીં અગ્નિશર્માને પારણને દિવસ આવી ગયે.
કરન પારના આયા તાપસ આયા રાજદ્વાર, ઇધર ભૂપ સિર હુઈ વેદના, ચેન ન પડે લગાર. જુડે મહલમાં પરિજન પુરજન કરનેકે ઉપચાર છે...
શ્રોતા તુમ સુનજો ગુણસેન ચરિત્ર પૂર પ્રેમસે શ્રોતા પારણનો દિવસ આવી ગયે. તપસ્વી અગ્નિશમ ગુણસેન રાજાને ત્યાં પારણું કરવા માટે જાય છે. બધા તાપસે મનમાં આનંદ પામે છે કે આપણું ગુરુદેવનું પારણું રાજાને ઘેર થશે. અગ્નિશમાંએ રાજમહેલમાં પ્રવેશ કર્યો તે દિવસે ગુણસેન રાજાને મસ્તકમાં ભયંકર વેદના થતી હતી તેથી રાજ્યમાં હાહાકાર મચી ગયો છે, આખું રાજકુળ આકુળ-વ્યાકુળ બની ગયું છે. અંતેઉરમાં રાણુઓ રેકકળ કરે છે. મેટા મોટા વૈદે, હકીમ ને મંત્ર-તંત્રવાદીઓ આવ્યા છે. સૌ પિતાની શક્તિ ને બુદ્ધિનો અજમાશ કરે છે, પણ રાજાને વેદના ઓછી થતી નથી. રાજમહેલમાં માણસની આવજા ખૂબ ચાલી છે રાજાના નેકરે, રસોઇયા ને પટાવાળા બધા લમણે હાથ દઈને બેઠા છે. રાજાને દર્દી ઓછું થતું નથી એટલે દરેકના મન ચિંતાતુર બની ગયા છે. આવા સમયે તપસ્વીએ રાજમહેલમાં પ્રવેશ કર્યો. જૈન મુનિ અને અન્ય ધર્મના મુનિએમાં આટલો ફેર. જેનમુનિ જ્યાં માણસોના ટેળા હોય, માણસો ખૂબ આવજા કરતા હોય અને જમણવારની પંકત પડી હોય ત્યાં જાય નહિ. અગ્નિશર્મા તાપસ ત્યાં ગયા પણ કે તેમનો આદર સત્કાર કરતું નથી કે તપસ્વી પધારો એમ કહેતું નથી. રાજાને કેમ જલ્દી સારું થાય તેની ધમાલમાં સૌ પડ્યા છે. ડી વાર ત્યાં ઉભા રહ્યા પણ કેઈએ તપસ્વીને પારણું કરવાનું કહ્યું નહિ એટલે તરત ત્યાંથી પાછા ફર્યા.
“બીજા મહિનાના ઉપવાસની પ્રતિજ્ઞાઓ રાજમહેલમાં પારણું થયું નહિ. પહેલે ઘેર પારણું ન થાય તો બીજે ઘેર જવું