________________
૯૭
શારદા સરિતા
કરવા
કુલપતિના દર્શન કરતાં તેનું હૈયું હરખાઇ ગયું. અહા, ધન્ય છે તમને! તમે માનવજીવન સફળ બનાવ્યું છે એમ કહી મે!ટા કુલપતિને લળીલળીને વઢન લાગ્યું. બધાને વંદન કરીને નીચે બેસવા જાય છે ત્યાં તાપસકુમારે તેને આસન આપીને કહ્યું. “આના ઉપર બેસે. અગ્નિશમાં આસન ઉપર બેસી ગયે. તાપસેાના ગુરુ એનુ મુખ જોઈને સમજી ગયા કે આ માણસ દુઃખથી આકુળ-વ્યાકૂળ બનીને આવ્યા છે. હવે અગ્નિશર્માને મેટા તાપસ પૂછશે કે તુ કેણુ છે? આ તપેાવનમાં શા માટે આવ્યા છે? ત્યારે અગ્નિશમાં એમને પેાતાની કહાણી સંભળાવશે તેના ભાવ અવસરે કહેવાશે.
ખંભાત સંપ્રદાયના સ્વ. પૂ. ગચ્છાધિપતિ છગનલાલજી મહારાજ સાહેબની પુણ્યતિથિ
આજે તે અમારા પૂજ્ય ગુરુદેવની પુણ્યતિથિ હોવાથી તે ઉપર બે શબ્દો કહું છું. જૈન ધર્મના એક મહાન દ્વીપક પૂ. છગનલાલજી મહારાજ સાહેખ ખંભાતના વતની હતા. તેમના પિતાશ્રીનું નામ અવલસગ ને માતાનુ નામ રેવાકુંવરખાઈ હતું. તેમને એક બહેન હતા. તેમના પિતાશ્રી નવાખી રાજ્યમાં નાકરી કરતા હતા. પેાતે ક્ષત્રિય હતા. તેમને જૈન મિત્રને સંગ થતાં ઉપાશ્રયે આવવા લાગ્યા. તેમને આત્મએવા હળુકમી હતા કે સંતના એક વખતના પરિચયથી તે વૈરાગ્ય રંગે રંગાયા. આત્મા કલ્યાણની ભાવના જાગૃત થઇ અને હળુકમી આત્મા જાગી ઉઠયેા. પણ એમના કાકા કાકીએ દીક્ષા નહીં આપવા માટે એમને સંસારની ધૂંસરીમાં જકડાવવા પરાણે લગ્ન કરાવ્યા. પણ જેને આત્મા વૈરાગ્યના રંગે રંગાઈ ગયા છે તેમનું મન કાઇ હિસાબે સંસારમાં ચોંટયું નહિ. અને તેઓ ખંભાત નિવાસી જૈન મિત્રની સાથે નાસી છૂટયા. તેમને શ્રી વેણીરામજી મહારાજના સમાગમ થયા અને મહારાજની પાસે પેાતાની વાતની રજુઆત કરી. મહારાજે કહ્યું કે ભાઈ જૈન ધર્મના કાયદ્યા અનુસાર રજા વગર દીક્ષા ન અપાય. છેવટે કાકા ઘણી શેાધ કરનાં પત્તા મેળવી પેાતાના ઘેર લઈ આવ્યા. પણ વૈરાગી કદી છૂપા રહેતા નથી. તેમણે કાકા-કાકીને કહ્યું કે મારી એકેક ક્ષણુ જાય છે તે લાખેણી જાય છે. તમે મને રશકે છે શા માટે? શું મારુ મૃત્યુ આવશે તેને તમે રાકી શકવાના છે? આપ મારા આત્માનું બગાડો નહીં. આપણા કુળના સદ્ભાગ્ય છે કે મને આત્મકલ્યાણના પંથ જડયા છે. હવે મને જલ્દી જવા દો. ક્ષાત્રતેજના દૈષ્યિમાન શબ્દોએ અદ્ભૂત અસર કરી. આખરે પત્નીએ અને કુટુબીએ રજા આપી. સંવત ૧૯૪૪ના પાષ સુદ્ર ૧૦ના દિને ખંભાત સ ંપ્રદાયના પૂ. હર્ષોંચદ્રજી સ્વામી પાસે સુરત મુકામે ભાગવતી દીક્ષા અંગીકાર કરી. સાધનાના પંથે એક મહાન ચેાગી આત્મકલ્યાણ સાધવા નીકળ્યેા. દીક્ષા બાદ પૂ. ગુરુદેવને તેમના શિરછત્ર પૂ. ગુરૂદેવને પાંચ વર્ષોંના તે વિયેાગ પડ્યા, સહનશકિતના ભડાર, જૈન ધર્મના ચાદ્ધા શ્રી છગનલાલજી મહારાજ