________________
શારદા સરિતા “અગ્નિશર્માને વૈરાગ્ય ભાવનાઓ આવા બેડોળ રૂપવાળે અગ્નિશર્મા તેના પિતાની સાથે રાજમહેલમાં જ હતું. રાજકુંવર ગુણસેન અગ્નિશમને જોઈને ખૂબ કુતૂહલ કરતો. એને એક ગધેડા ઉપર બેસાડી માથે જૂના તૂટી ગયેલા સૂપડાને મુગટ પહેરા વતે, ડેકમાં જુતાને હાર પહેરાવતે, હેવ વગડાવતે, નાના નાના બાળકોને ભેગા કરી તેની સ્વારી કાઢતો ને મોટા અવાજે બોલતા. અહ! મહારાજાની સ્વારી આવે છે. બધા દૂર ખસી જાવ. એમ બોલતે ઘણે દૂર જઈ એને ગધેડા પરથી ઉતારી તેની પાસે નૃત્ય કરાવતે. અગ્નિશર્મા નાનો હતો ત્યાં સુધી આવું બધું કર્યું પણ જ્યારે તે યુવાન થયે ત્યારે તેના મનમાં વિચાર આવ્યો કે આ ગુણસેન રાજપુત્ર છે એટલે રોજ મને હેરાન કરે છે. મારા પિતા રાજાને પુરેહિત છે. હું એને કંઈ કહીશ તે મારું કંઈ ચાલવાનું નથી. મેં પૂર્વ ભવમાં ધર્મની આરાધના કરી નથી એટલે આ ભવમાં મારે કેવું અપમાન સહન કરવું પડે છે ! આ લકે મારી કેવી મજાક ઉડાવે છે. માટે હવે મારે આ ગામમાં રહેવું નથી. હવે મારે આવું દુખ સહન કરવું ન પડે તે માટે મહાન પુરૂએ બતાવેલ ધર્મનું શરણું અગીકાર કરે. એમ વિચાર કરી અગ્નિશમ ક્ષિતિપ્રતિષ્ઠિત નગર છોડીને ' એક દિવસ ચાલી નીકળ્યો.
અગ્નિશર્માનું તપેવનમાં ગમન અગ્નિશર્મા ચાલતો ચાલતો એક મહિને ઘણે દૂર આવેલા એક તપોવનમાં પહોંચે. એ તપોવન અનેક જાતના વૃક્ષ ને લતાઓથી સુશોભિત હતું. આકુળવ્યાકુળ થયેલો માનવી ત્યાં આવે તો તેને થાક ત્યાં ઉતરી જતો. અગ્નિશમને આ તપવન જોઈ ખૂબ આનંદ થયે. ખૂબ થાકી ગયો હતો એટલે થોડીવાર નદી કિનારે વિશ્રાંતિ લેવા બેઠે. તે તપવન કેવું હતું?
સંસારિક બંધના ફંદા, જહાં નહીં લવલેશ, રાગ-દ્વેષ-સંતાપ, પરાભવ ઔર ન કે ફ્લેશ, ઐસે શાન્ત આશ્રમમેં, ઉસને આકર કિયા વેશ કે...
એ આશ્રમમાં સંસારનું નામ ન હતું. ત્યાં કોઈ પ્રત્યે કોઈને રાગ કે દ્વેષ ન હતે. એ તપવનમાં કુલપતિને એક મેટે આશ્રમ હતો. તે આશ્રમમાં અગ્નિશર્માએ પ્રવેશ કર્યો. એ તપોવનમાં પ્રવેશ કરતાં જ અગ્નિશર્માના આત્માને શાંતિ થઈ. હાશ-હવે મને શાંતિ મળશે એમ વિચારી તેણે આશ્રમમાં પ્રવેશ કર્યો.
કુલપતિનના દર્શન - તે આશ્રમમાં ઘણું તાપસ શિષ્યોથી ઘેરાઈને એક મેટે કુલપતિ (તાપસના ગુરૂ) બેઠા હતા અને તેમના શિષ્યની સાથે જ્ઞાનચર્ચા કરતા. હતા. તેમનું નામ આર્યકૌન્ડિન્ય હતું. તેમના ચરણમાં પડી અષ્ટાંગ નમસ્કાર કર્યા. એ