________________
શારદા સરિતા
આગળ બીજા કાર્યો ગૌણ ગણુતા હતાં. ભરત ચક્રવર્તિને ઘેર એક સાથે ત્રણ વધામણી આવી. તેમાં એક તે આયુધશાળામાં ચકરત્ન ઉત્પન્ન થયું, બીજુ પટ્ટરાણીએ પુત્રને જન્મ આપે અને ત્રીજું ઋષભદેવ પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. લો, હવે આ ત્રણ વધામણીમાં કોને વધુ મહત્વ આપવું? તમે કોને આપે? તમે સંસારની વધામણીને પહેલું મહત્વ આપે. કારણ કે આજે જ્યાં જુઓ ત્યાં ધનની પૂજા થાય છે.
એક વખત કૃષ્ણ અને લક્ષ્મીજીને વિવાદ થયે. કૃષ્ણ કહે દુનિયામાં મારા ભક્તો વધારે છે. જ્યાં જુઓ ત્યાં મારા નામની ધૂન લાગે છે. મારી ખૂબ ભકિત થાય છે ત્યારે લક્ષ્મીજી કહે મારા ભક્ત વધારે. કારણ કે મારા વિના તો કેઈને ચાલે નહિ. હું જ્યાં જાઉં ત્યાં લીલાલહેર વર્તાવું અને હું ન હોઉં તે ત્યાં કાળો કેર વર્તાઈ જાય. કૃષ્ણ કહે ચાલો ખાત્રી કરી જોઈએ. લક્ષ્મીજી કહે ભલે. કૃષ્ણ એક યોગીનું રૂપ લીધું ને ગામની બહાર ધર્મશાળામાં ઉતર્યા. યોગીની મુખમુદ્રા ખૂબ શાંત અને તેજસ્વી હતી. એમની વાણીમાં અપૂર્વ એજિસ હતું. વાણીમાં ત્યાગ વૈરાગ્યની છોળો ઉડતી હતી. એમની વાણીથી પ્રભાવિત થઈ ગામમાં લોકોના ટોળેટોળા ભેગીરાજના દર્શન કરવા આવતા ને તેમની વાણીને લાભ લેતા. ને બોલતા ધન્ય છે મહાત્માજી! તમે અહીં પધારી અમારા ગામને પાવન કર્યું. ને ખૂબ વિનંતી કરી કે મહાત્માજી ! અમારા ગામમાં આપ ચાતુર્માસ રહી જાવ. અમને ખુબ લાભ મળશે. મહાત્માજીએ હા પાડી ને ધર્મશાળામાં ચાતુર્માસ રહેવાનું નકકી કર્યું.
આ વાતને પંદરેક દિવસ થઈ ગયા બાદ એક દિવસ લક્ષ્મીજી તરૂણ ગિનીનું રૂપ લઈને આવ્યા. ગામ બહાર એક ખંડીયેર જેવા મકાનના ખૂણામાં આસન લગાવીને
ગિની બેઠા છે. તે સમયે ગામને એક વણિક શૈ ચક્રિયા માટે ગયેલ. પાછા ફરતાં યોગિનીને જોયા એટલે ત્યાં જઈ બે હાથ જોડીને કહે છે હે ગિની ! તમે અહીં કયારે પધાર્યા અને આવી ખરાબ જગ્યામાં કેમ બેઠા છે? આપ મારે ત્યાં પધારો. યોગિની કહે છે અને સાધુ કહેવાઈએ. સંસારના રંગરાગથી દૂર વસીએ. ત્યારે કહે છે તો આપ મારે ઘેર ભજન કરવા પધારજો. બંધુઓ ! આ કઈ જૈન ધર્મના સતીજી ન હતા. એમને તે ભકતને ઘેર જમવા જવાય. આ ચેગિનીએ હા પાડી ને તેનું ઠામ ઠેકાણું લઈ લીધું. સમય થતાં ચેગિની ભકતને ઘેર જમવા ગયા. વણિકને ઘેર ભોજન તૈયાર હતું. થાળી પીરસી ને જમવા બેસાડ્યા. ત્યારે ગિની કહે છે હું કેઈના વાસણમાં જમતી નથી. મને મારૂં વાસણ ખપે છે. એમ કહી તેણે પિતાની ઝોળીમાંથી સોનાના રત્નજડિત થાળીને વાડકો કાઢો. આ જોઈને વણિક તે આશ્ચર્ય પામી ગયા. અહો ! ગિની તે કઈ દેવી લાગે છે. આ વાડકો ને થાળી તો મેં આજે જોયા. ગિની જમીને ઉડ્યા ને વણિકની રજા લઈને ઘેર જવા તૈયાર થયા ત્યારે વણિક કહે,