________________
૯૨
શારદા સરિતા
તમે જાતે જોઈ જાવ કે મકાનમાં કઈ જાતની ખામી તે નથી ને? એટલે મિત્ર સુરત આવ્યું. વકીલે તેની આગતાસ્વાગતા કરી દિવાનખાનામાં બેસાડે અને પોતે રસોડામાં જઈને એની પત્નીને કહે છે આજે તે મારે જીગરજાન મિત્ર આવ્યો છે માટે તું પ્રેમથી તારી જાતે સારામાં સારી રસોઈ બનાવજે. ત્યારે પત્ની કહે છે તમે તે રોજ એવા લફેરા લઈ આવશે. મારે કેટલી પળોજણ કરવી. હું તે કંઈ રસોઈ કરવાની નથી. ત્યારે વકીલ કહે કે ધીમે બોલ. મારો મિત્ર દિવાનખાનામાં બેઠે છે. સાંભળી જશે. ત્યારે એ ડબલ બરાડા પાડીને બોલવા લાગી. પેલે મિત્ર બધો સંવાદ સાંભળી ગયો. મનમાં થયું કે મારે મિત્ર બહાર બધી વકીલાત કરે છે પણ ઘરમાં એનું કડીનું માન નથી. એજીનીયર તો પિતાની બેગ લઈને દિવાનખાનામાંથી રવાના થઈ ગયો ને મુંબઈની જે ટ્રેઈન મળી તેમાં બેસી ગયા. આ તરફે પેલો મિત્ર દિવાનખાનામાં આવીને જુએ તો એજીનીઅર ના મળે. સ્ટેશને ગયે પણ મિત્રનું મિલન ન થયું. થોડા દિવસ પછી વકીલ મુંબઈ આવ્યા ને મિત્રને મળ્યા. ત્યારે પૂછયું તું મારું ઘર જેવા પણ ન રોકાય અને મને મળ્યા સિવાય ચાલ્યા ગયા. ત્યારે કહે છે મારી નજર પડે ત્યાં બધી ખબર પડી જાય. મેં બધું જોઈ લીધું. તે કહે કંઈ ઉણપ દેખાઈ? એનજીનીયર કહે હા–તમારું મકાન બહુ સુંદર છે પણ મોટી ઉણપ એ છે કે તમારા ઘરના શ્રીમતીજી કજીયાવાળા છે. વકીલ શરમાઈ ગયો. બધું સારું હોય પણ જેની સાથે જિંદગી જોડી છે તે સારી ન હોય તો જીવનમાં શાંતિ નથી રહેતી.
જમાલિમારની સ્ત્રીઓ ખૂબ ડાહી ને આજ્ઞાંકિત હતી. એની આજ્ઞાનું ઉલ્લંઘન કદી કરતી ન હતી. પતિની સેવામાં હાજર રહેતી હતી. ટૂંકમાં જમાલિકુમારને સંસાર સુખમય હતો. કેઈ જાતની એના સુખમાં ઉણપ ન હતી. તે ઈચ્છિત સુખોને ભોગવટે કરતો હતો. તે વખતે ક્ષત્રિયકુંડ નગરમાં શું બનાવ બને છે - "तएणं खत्तियकुंडग्गामेणयरे सिंधाडग तिगचउक्कचच्चरेजाव बहुजण सद्देइवा जहा उववाइए जाव एवं पण्णवेइ एवं परुवेइ एवं खलु देवाणुप्पिया समणे भगवं महावीरे आदिगरे जाव सव्वण्णूसव्वदरिसी माहणफुग्गामस्स णयरस्स वहिया बहुसालह चेइएअहा पडिरुवं जाव विहरइ।"
તે સમયે ક્ષત્રિયકુંડ નગરમાં ત્રણ રસ્તા હોય, ચાર રસ્તા હોય, ત્યાં ઘણું માણસો એકઠા થઈને વાતો કરવા લાગ્યા કે અહો ! આજે તે ક્ષત્રિયકુંડ નગરની બહાર ધર્મની આદિના કરનાર, સર્વજ્ઞ અને સર્વદશી મહાવીર ભગવાન પધાર્યા છે. તો હું દેવાનુ પ્રિય! એવા ભગવાનના નામ-શેત્રનું સ્મરણ કરવાથી મહાન ફળ થાય છે. એમના દર્શનથી દુઃખ દૂર જાય છે. ભવોભવની ભાવટ ટળી જાય છે. તે એમની વાણીનું શ્રવણ કરવાથી તે કે મહાન લાભ થાય? આ પ્રમાણે વાત કરતાં એમને હર્ષ સમાતો નથી. ભગવાનનું નામ લેતાં એમનું હૈયું થનગની ઉઠયું છે. એ વખતના શ્રાવકો ધર્મના કાર્ય