________________
૬૮
શારદા સરિતા
બધાને મંજુર છે. આપે બહુ સરસ ઉપાય શોધી નાંખે. સહુને આનંદ થયો. દેવાનુપ્રિયે! તમારે આવું કુટુંબ છે કે વડીલની વાતને એકી અવાજે સ્વીકાર કરે. ઘરમાં પૈસો ઘણે હોય પણ પિતાની વાત પુત્રને ન ગમે અને પુત્રની વાત પિતાને ન ગમે ત્યાં આનંદ ન હોય. અહીં તે પુત્ર વિનયવાન. આજ્ઞાંકિત ને વિવેકી હતા, પુણ્યવાનને કુટુંબ પણ પિતાના જેવા વિચારવાળું મળે છે.
નગરશેઠની કેવી સુંદર વિચારણ! તે મને છોડે તેના કરતાં હું તેને છોડું. બેલે તમને આવા ભાવ આવે છે? આવતા હોય તે સંસારને તિલાંજલી આપી ઉભા ઉભા અમારા ઘરમાં આવી જાવ. જે ઉભા ઉભા નહિ નીકળે તે આડા પાડીને બહાર કાઢશે. અંતે એક દિવસ સ્વાધીનપણે કે પરાધીનપણે છોડવાનું છે. તો સ્વાધીનપણે છોડીને શા માટે કલ્યાણ ન કરવું. શેઠના કુટુંબનો એકમત થઈ ગયું એટલે શેઠે ગામમાં ઢંઢેરે પીટાવ્યો કે જે કઈ દુઃખી હોય તે આવે. શેઠ છૂટા હાથે દાન આપે છે. જેને જે જરૂર હોય તે ખુશીથી લઈ જાવ. શેઠના આંગણામાં ગરીબોના ટોળેટોળા આવવા લાગ્યા. શેઠ ખૂબ આનંદપૂર્વક દાન આપે છે. છ દિવસમાં તે કરેડની લક્ષ્મી દાનમાં વાપરી નાંખી. સવારે તો દિક્ષા લેવી છે. વર્ષીદાન આપવાના પૈસા પણ ન રાખ્યા. રાત પડી. સારું કુટુંબ સૂઈ ગયું છે. શેઠ પોતાના શયનગૃહમાં સૂતેલા છે. ત્યાં બાર વાગે લક્ષ્મીજીની પધરામણી થઈ. શેઠ ઝબકીને જાગી ગયા. જુવે છે તો સામે લક્ષમીદેવી હાથ જોડીને ઉભા છે. શેઠ લક્ષ્મીદેવીને પૂછે છે કે તમે તે જવાનું કહી ગયા હતા ને પાછા કેમ પધાર્યા? મેં તે બધું ધન છ દિવસમાં ગરીબોને, સ્વધર્મીઓને દાનમાં આપી દીધું છે. તિજોરીમાં રાતી પાઈ રાખી નથી. લક્ષ્મીદેવી કહે છે એટલે હું ફરીને તમારા ઘરમાં આવી છું. તમે કઈ આકાંક્ષા વિના ઉત્કૃષ્ટભાવે દાન આપ્યું છે એટલે તમારું પુણ્ય ખૂબ વધ્યું છે તેથી હવે હું તમારે ત્યાંથી જવાની નથી. ત્યારે શેઠ કહે છે કે લક્ષ્મીજી! હવે મારે તારો ખપ નથી. તું તારે ચાલી જા. મેં અને સારા કુટુંબ પ્રભાતનાં પહેરમાં શાશ્વત લક્ષ્મીને અપાવનાર એ સંયમમાર્ગ સ્વીકારવાનો નિર્ણય કર્યો છે. એ અમારે નિર્ણય ત્રણ કાળમાં ફરવાને નથી.
લક્ષ્મીદેવી કહે છે તમારે જે કરવું હોય તેમ કરજો. પણ એક સમાચાર આપું છું કે તમારા વહાણ દરિયામાં ડૂબી જવાની અણી ઉપર છે એવા સમાચાર થોડો સમય પહેલાં આવ્યા હતા. તે કરોડની કમાણી કરીને સહીસલામત બંદરે આવી ગયા છે. તેની વ્યવસ્થા કરી લો. બંધુઓ! તમે આ જગ્યાએ તે વિચાર કરે! લક્ષ્મી દાનમાં આપી દીધી. દીક્ષા લેવાનો નિર્ણય થઈ ગયું હોય ને પછી લક્ષ્મી મળે તે મને એમ લાગે કે તમે દીક્ષાની માંડવાળ કરે. એમ કહો કે આપણે હજુ દીક્ષા લેવાની જાહેરાત કયાં કરી છે, પાછળથી જોયું જશે. અત્યારે લક્ષ્મી મળી છે તે મોજમઝા ઉડાવી લઈએ.