________________
શારદા સરિતા આવે ત્યારે આ બધું જ્ઞાન દૂર ભાગી જાય. આ શેઠ એવા ન હતા. એ તો સંપત્તિમાં ને વિપત્તિમાં સમાનભાવ રાખનારા હતા. નગરશેઠના રૂંવાડે રૂંવાડે જૈન ધર્મની સ્પર્શના થઈ હતી. એટલે લક્ષમીદેવી વિદાય થવાના સમાચાર મળ્યા તે પણ એમની સમાધિટકી રહી.
પઢીયું થયું. પ્રતિકમણના સમયે શેઠ જાગૃત થયા. પ્રતિક્રમણ, સ્વાધ્યાય, ધ્યાન બધું નિત્ય નિયમ પ્રમાણે શેઠે કર્યું. આજના સૂર્યવંશી શ્રાવકે તે સૂર્યોદય થઈ જાય તે પણ જાગ્યા ન હોય. ઉઠીને પણ પહેલા નવકારમંત્રનું સ્મરણ નહિ. પહેલાં ચા દેવીનું સ્મરણ પછી છાપુ વાંચવાનુંન્હાવાનું-ધવાનું ને પછી ઉપાશ્રયે આવવાનું. તેમાં બધાને ઉપાશ્રયે આવવાને નિયમ નથી હોતો. શેઠને નિયમ હતું કે સવારે ઉઠી સામાયિકપ્રતિક્રમણ, સ્વાધ્યાય કરવી અને પછી ગામમાં સંત સતીજી બિરાજમાન હોય તો તેમના દર્શન કરી વ્યાખ્યાનવાણી સાંભળીને પછી દૂધ પીવું. નિયમ પ્રમાણે શેઠ ઉપાશ્રયે ગયા. ગુરુને વંદન કર્યા, વ્યાખાન સાંભળ્યું પછી ઘેર આવ્યા. જમ્યા બાદ બપોરના સમયે આખું કુટુંબ ભેગું કર્યું. શેઠ-શેઠાણી, ચાર પુત્ર-ચાર પુત્રવધૂઓ બધાને બેઠક રૂમમાં શેઠે બોલાવ્યા. બધાના મનમાં એમ થયું કે અત્યારે બાપુજી બધાને કેમ બોલાવે છે ? બધા ભેગા થયા. રાત્રે બનેલો પ્રસંગ શેઠને કહેવું હતું. બધા આતુરતાથી શેઠના સામું જોઈ રહ્યા છે. બાપુજી શું બોલશે? શેઠ કહે છે ગઈ રાત્રે લક્ષ્મીદેવી મારા શયનરૂમમાં પધાર્યા હતા. ત્યાં તે શેઠાણી તેમજ પુત્રે કહે છે કેમ પધાર્યા હતા? શું કહી ગયા? એમ બધા એક પછી એક બોલવા લાગ્યા. શેઠ ગંભીર બનીને કહે છે તમે બધા હૈયું મજબૂત રાખીને સાંભળજે.
શેઠ કહે છે મને લક્ષમીદેવીએ કહ્યું કે હવે તમારા પાપકર્મને ઉદય થવાનો છે. હું તમારા ઘરમાંથી આજથી સાતમા દિવસે વિદાય થવાની છું. તમને સૂચના આપવા આવી છું. આટલું કહીને લક્ષ્મીદેવી અદશ્ય થઈ ગયા. તો હે હાલા પુત્ર! બેલો, આપણે શું કરવું છે? લક્ષમી તે જવાની એ જવાની છે. એને રાખવા ગમે તેટલું મથીએ તો પણ રહેવાની નથી. તે એ આપણુ ઘરમાંથી ચાલી જાય તેના કરતાં આપણે તેને વિદાય આપીએ તો કેમ? સાતમા દિવસનું પ્રભાત ઉગતાં આ પૈસા તમને કોલસા દેખાશે, જમીનમાં દાટેલું કાઢવા જશે તે સાપ પુંફાડા મારશે તો એના કરતાં આપણે બધી લક્ષમી દાનપુણ્યમાં આપણી જાતે વાપરી નાંખીએ અને સાતમા દિવસે પ્રભાતના પહોરમાં આપણે બધા સંસાર છોડીને સંયમી બની જઈએ. લક્ષ્મીદેવીએ આપણું ઉપર કેટલી કૃપા કરી છે. આ કરોડની લક્ષ્મીનો મોહ આપણને છૂટત નહિ, પણ હવે એ આપણને છોડીને જવાની છે તે આપણે એને મેહ શા માટે રાખવો? પત્ની – પુત્રો – પુત્રવધૂઓ બધા એકી અવાજે બોલી ઉઠયા પિતાજી! આપની વાત અમને