________________ ખંભાત સંપ્રદાયના સ્વ. આચાર્ય ગચ્છાધિપતિ બા, બ્ર. પૂ. રત્નચંદ્રજી મહારાજ સાહેબની રપ મી પુણ્યતિથિએ કાંદાવાડી ધર્મસ્થાનકમાં આપેલી ભાવભીની શ્રદ્ધાં જ લિ (રાગ : મૈત્રીભાવનું પવિત્ર ઝરણું"). જેન તિર્ધર રત્નગુરૂજી, જીવન ધન્ય બનાવી ગયા, સત્ય, અહિંસા, પ્રેમ ધર્મને, દીપ તમે પ્રગટાવી ગયા, પુણ્યવંતી એ પાવનકારી, ગલિયાણા ગામે જન્મ ધર્યો, ચૌદ વર્ષની કુમાર વયમાં, દીક્ષાનો નિર્ધાર કર્યો, ક્ષત્રિય કુળમાં જન્મ ધરીને, ક્ષાત્રતેજ ચમકાવી ગયા....જૈન તિર્ધા 2.1. જયાબહેનની કુખે જનમ્યા, જેતાભાઈ તાત હતા, છગનગુરૂની સુણી દેશના, સંયમ રાહે મુનિ બનતા, ત્રણ ભુવનમાં તિલક સમા, નામ સુભગ ચમકાવી ગયા....જૈન તિર્ધર. 2. રાજનગરની છત્રછાયામાં, નમે આયરિયાણું થયા, અર્ધ શતાબ્દી દીક્ષા પાળી, અંતિમ માસું ખંભાત રહ્યા, ગુજરાત દેશમાં વીર પ્રભુની, ધમ ધ્વજ ફરકાવી ગયા...જેન તિર....૩. વિનય, નમ્રતા, ક્ષમા, સરળતા, ગુણગુણના ભંડાર હતા, દિવ્ય તેજસ્વી, મહાન વિભૂતિ, રત્નગુરૂજી આ 5 હતા, ધન્ય ધન્ય છે રત્નગુરૂજી આપને, ગુરૂજીનું નામ શું જાવી ગયા...જૈન તિર્ધર....૪. નશ્વર કાયા નશ્વર માયા, નશ્વર છે જગની છાયા, ભાદરવા સુદી અગિયારસના, અમને છોડી ચાલ્યા ગયા, હસતા હસતા ચાલ્યા ગયા ને સૈને તમે રડાવી ગયા....જૈન તિર્ધર....૫, તૂટી અણધારી આયુષ્યની દેરી, આંખે અશ્રુધાર વહેતી, નાવિક વિઠ્ઠણી નૈયા અથડાતી, રત્નચંદ્ર ગુરૂ ગાદીપતિ, ખંભાતનું રત્ન લૂંટાઈ જતાં અરમાન અધૂરા રહી ગયા...જેન જોતિધ૨૬. દિવ્ય શક્તિ સદા આ પે મુજને, અપનાવું તુજ આદશે, ચરણે પડી કર જોડીને યાચું, પ્રેમ ભરી આશિષ, સતી " શારદા " કરે છે આજે ગુરૂજીને વંદન વાર હજાર....જૈન તિર્ધર....૭.