________________
શારદા સરિતા
૯૭૧
રાજા બંનેને થયું કે કંદર્પરાજા આપણો વૈરી છે તો બલસાર્થવાહને આપણે છોડાવીશું ને આપણું વૈરીના વૈરનો બદલો લઈશું એમ વિચારીને લડાઈ કરવા માટે આવ્યા. પરિણામમાં ખૂબ લડાઈ ચાલી. સિદ્ધરાજ (મહાબલ) તરફના જેટલા બાણ આવે તેટલા વ્યંતરદેવ અધવચ ઉપાડી લેતો હતો. તેના સૈન્યમાં કઈ મનુષ્યની જાનહાનિ થઈ નહિ જ્યારે સામા સૈન્યમાં ઘણું માણસ મરાયા. છેવટે મહાબલના મનમાં થયું કે વિના કારણે નિર્દોષ માણસો મરી જશે તેથી વ્યંતરદેવ પાસે એક બાણું માંગ્યું ને તેમાં લેખ લખીને બાણને રવાના કર્યું. તે બાણ ત્યાં પહોંચી ગયું ને લેખ તેમના ખોળામાં નાંખ્યા.
શ્રીમાન ! વીર પુરૂષથી સુશોભિત પૂજ્ય પિતાશ્રી સુરપાળ નરેન્દ્રના ચરણાવિંદમાં તથા શ્રીમાન ચંદ્રાવતી નરેશ શ્વસુર શ્રી વિરધવળ રાજાના ચરણસરેજમાં આપશ્રીના સન્મુખ સૈન્યમાં સ્થિત મહાબલકુમાર આપ સર્વેને નમસ્કાર કરવા પૂર્વક વિજ્ઞપિત કરે છે કે આપશ્રીના પવિત્ર પ્રસાદથી મને આ રાજ્યને પૂર્ણ પરિગ્રહ પ્રાપ્ત થયેલ છે તેમજ પૂજ્ય પિતાશ્રીના પ્રમાદાથે મારા ભુજાબળને વિનોદ આપશ્રીના સમક્ષ મેં કર્યો છે. તેમાં પૂજ્યને કરેલે પરાભવ કે અવજ્ઞા કે અવિનય તે કૃપાકટાક્ષથી ક્ષમા કરવા યોગ્ય છે. આ લેખ વાંચતાની સાથે સેનાં હૈયાં હરખાઈ ગયા અને દેડતાં બાપ-દીકરો, સસરા-જમાઈ ભેટી પડયા. આનંદ આનંદ છવાઈ ગયે. ત્યાર પછી બલસાર્થવાહે શું શું કર્યું છે તે બધું જાણ્યું. તેને જેલમાંથી બહાર લાવ્યા ને રાજાએ ખૂબ ધમકાવ્યા કે બેલ કયાં છે મારે દીકરો? બલસાર્થવાહ ધ્રુજવા લાગ્યું કે હવે મારું શું થશે? જેને મેં મારા માન્યા હતા તે મારા વૈરી બની ગયા. છેવટે દીકરાને રાજયમાં લાવ્યા. મહાબલ અને મલયાના હૈયા હરખાયા. રાજાએ બલસાર્થવાહને પરિવાર સહિત ફાંસીએ ચઢાવવાને હુકમ કર્યો. પણ મહાબલને મલયાએ તેને જીવતદાન આપ્યું. પરિવાર ભેગો થવાથી ખૂબ આનંદ વર્યો. મહાબલ એવા સિદ્ધરાજાને જયજયકાર થયો. વાજતે ગાજતે પરિવાર સહિત મહાબલ પિતાની રાજધાનીમાં જશે અને ત્યાં ચંદ્રયશા કેવળી પધારશે. ત્યાં રાજા વીરવળ અને સુરપાળ રાજા પૂછશે. મહાબલ ને મલયાસુંદરીને આટલા બધા કષ્ટ કેમ પડ્યા? કેવળી તેમને પૂર્વભવ કહેશે. આ સાંભળી રાજારાણીને વૈરાગ્ય આવશે. દીક્ષા લેશે ને મહાબલને રાજ્ય સોંપશે. મહાબલ અને મલયાસુંદરી તેમનો દીકરો માટે થયે તેને રાજય સેંપીને તે પણ દીક્ષા લઈને આત્માનું કલ્યાણ કરશે.
– શાન્તિઃ શાન્તિઃ