________________
શારદા સરિતા
કહ્યું-ભાઈ! મેં ધાર્યું હોત તો કયારનો ય બેડી તેડીને નાસી ગયે હેત. હું તો ભાગી જાઉં પણ પાછળ મારા કુટુંબ પરિવારને રાજા હેરાન કરે એટલા માટે મારામાં શકિત હોવા છતાં બંધન તોડી શકે નહિ. એ રીતે આપણે આત્મા ધારે તે સંસારના બંધનો તેડી શકે તેમ છે પણ કુટુંબ પરિવારના મોહમાં એટલે બધે પડી ગયો છે ને પુદગલના સંગે એવો ચઢી ગયો કે શકિતવાન હોવા છતાં પણ કાયર બનીને બંધનમાં જકડાઈ ગમે છે. એને સંસારનું બંધન તેડવાનું મન થતું નથી.
આખું ચાતુર્માસ તમે વ્યાખ્યાન સાંભળ્યું. હવે થોડો વિચાર કરે કે હું વધુ ન કરી શકું તે ખેર! પણ થોડી સંસારની મમતા તો ઓછી કરૂં! પગલ પ્રત્યેનો રાગ ઓછો કરૂં! પરિગ્રહ પ્રત્યેની આસકિત ઘટાડું, પારકી પંચાત ઓછી કરૂં, તો તમે સાચી રીતે વીતરાગ વાણી સાંભળી છે. બેબીઘાટે બેબી કપડા ધવે છે તે પણ પથ્થરને ઘસારે પડે છે. કૂવા કાંઠે બહેને પાણી સીંચે છે તો ઘરેડીમાં પણ આંકા પડે છે. આ જડ વસ્તુઓને જે આટલે ઘસારો પડે છે તો મારા વીતરાગ પ્રભુના શ્રાવકેના જીવનમાં મોહ-રાગ-દ્વેષ અને કષાને ઘસારે કેમ ન પડે! જે આત્માનું હિત ઈચ્છતા હે, જિંદગીની ફૂલવાડી ખલેલી અને સુવાસથી મઘમઘતી બનાવી તમારો સંસાર સ્વર્ગ જેવો બનાવવા ચાહતા હો તો કેધ-માન-માયા-લેભ આદિ ચાર કષાયોને ઘટાડે. કષાયનું પરિણામ કેવું ભયંકર આવે છે. આપણે સમરાદિત્યનું ચરિત્ર ચાલે છે. તેમાં અગ્નિશમના ભવમાં કષાયના કારણે કેવું નિયાણું કર્યું અને એના પરિણામે ભભવમાં ગુણસેનકુમારને જોઈને કેવો વેષભાવ ઉત્પન્ન થાય છે એ તમે સાંભળો છે ને!
ચરિત્ર – સમરાદિત્યકુમારના દિલમાં વૈરાગ્યની ત જાગી ગઈ છે ને સંયમ લેવા તત્પર બન્યા છે. તેમની સાથે તેની પત્નીઓ પણ એ માર્ગે જવા તૈયાર થઈ છે. ત્યારે તેના માતા-પિતા કહે છે હે બેટા ! તારા જેવા યુવાનને સંસારનો મેહ ઉતરી ગયે તે અમારે શા માટે રાખો ! હવે અમે તમને દીક્ષાની આજ્ઞા આપીએ છીએ એટલું નહિ પણ અમે બંને તારી સાથે દીક્ષા લઈશું.
પુરૂષસિંહ રાજાએ વિચાર કર્યો કે હવે ગાદીને વારસદાર કેઈ રહેતું નથી. એટલા માટે પોતાના મુનિચંદ્ર નામના ભાણેજને ઉજપનીની ગાદીએ બેસાડે અને સમરાદિત્યકુમાર, તેની બંને પત્નીઓ તેમજ પુરૂષસિંહ રાજા તથા રાણી એ પાંચેય આત્માઓએ પ્રભાસાચાર્ય પાસે દીક્ષા અંગીકાર કરી. આમ આખું કુટુંબ દીક્ષા લેતું હોય ત્યારે તેમને દીક્ષા મહોત્સવ કે ઉજવાયે હશે ! દેવાનુપ્રિય! લગ્ન થાય ત્યારે તમે કહો ને કે પ્રભુતામાં પગલા માંડયા. પણ તમે પ્રભુતામાં પગલા નથી માંડયા. પણ પશુતામાં પગલા માંડે છે. (હસાહસ). સમરાદિત્યકુમારે પ્રભુતામાં પગલા માંડયા કહેવાય. તમે પરણીને તમારી પત્નીને આવો બાધ આપે. સંપૂર્ણ બ્રહ્મચારી ન બની શકે તે ધર્મના રંગે રંગી શકે ને ? આટલું કરે તો પણ સારું છે.