________________
શ્રી શત્રુંજય મહાતીર્થના ઉદ્ધાર
પાંચમા આરામાં થયેલા ઉદ્ધારે અને થનાર ઉદ્ધાર (૧૩) શ્રી મહાવીરસ્વામિજીના તીર્થમાં જાવડશાને. (૧૪) શ્રીધનેશ્વરસૂરીશ્વરજીના ઉપદેશથી શિલાદિત્યરાજાને. (૧૫) સમરાશા ઓસવાલને કરેલું ઉદ્ધાર. (૧૬) કર્માશાએ કરેલું ઉદ્ધાર. (૧૭) શ્રીદુપસહસૂરીશ્વરજીના ઉપદેશથી છેલ્લે ઉદ્ધાર વિમલવાહન રાજા કરાવશે.
શત્રુજય કલ્પમાં કહ્યું છે કે, “અસંખ્ય પ્રતિમાઓ અને અસંખ્ય ચૈત્યો જ્યાં થયા તે શ્રી શત્રુંજય મહાતીર્થ જયવંત વર્તે.”
આ અવસર્પિણીમાં મોટા સેળ ઉદ્ધાર થયા અને સત્તરમો ઉદ્ધાર થશે. નાના-નાના ઉદ્ધાર તો અસંખ્ય થઈ ગયા છે અને હજુ સેંકડે થશે.
ઉદ્ધારનું વર્ણન
ઉદ્ધાર પહેલે-ભરત મહારાજાને શ્રીષભદેવ ભગવંતને સે પુત્ર હતા, તેમાં સૌથી મોટા ભરત મહારાજા. જે દિવસે રષભદેવ ભગવાનને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હતું તે જ દિવસે ભરત મહારાજાની આયુધશાળામાં ચકરત્ન ઉત્પન્ન થયું હતું. આથી ભરત મહારાજા વિચારમાં પડ્યા કે પહેલું પૂજન કેનું કરવું? વિચાર કરતાં લાગ્યું કે ચક્રરત્નની પૂજા આલેકની બદ્ધિ અપાવશે, જ્યારે તીર્થંકર પરમાત્માની ભક્તિ આલેક અને પરલેકની અદ્ધિ અપાવશે, માટે પહેલાં તીર્થકર ભગવાનને કેવળજ્ઞાન મહત્સવ કરો.
આ પ્રમાણે નકકી કરી ભરત મહારાજાએ પ્રથમ પ્રભુના કેવળજ્ઞાનને ઉત્સવ કરી પછી ચરિત્નનું પૂજન કર્યું. ત્યારબાદ ચકરત્નની સહાયથી ભરતક્ષેત્રના છ ખંડ સાધ્યા.
ભગવાન ગામોગામ વિચરી અનેક જીને ઉપકાર કરવા લાગ્યા. એક વખત શ્રી આદિનાથ ભગવંત પિતાના ગણધર આદિ પરિવાર સહિત આ ગિરિરાજ ઉપર આરોહણ કરી રાયણ વૃક્ષ નીચે સમવસર્યા. ત્યાં આસન કંપથી પ્રભુનું આગમન જાણી દેવતાઓએ ત્યાં સમવસરણ રચ્યું. સમવસરણમાં સિંહાસન ઉપર બેસી પ્રભુએ દેશના આપી. ત્યારબાદ શ્રીસિદ્ધગિરિવરનું માહાભ્ય
૧ નવ્વાણું પ્રકારી પૂજામાં ચૌદમો ઉદ્ધાર બાહડ મંત્રીએ કરાવ્યો એમ કહે છે.
(૫૯)