________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન
હર્ષ થયો. વિદ્યાધરે મહીપાલ કુમારને સોળ વિદ્યાઓ આપી. રાજપુત્ર આગળ પૂર્વમાં ચાલ્યો. ત્યાં પ્રાસાદ જેઈને કુમારના પુછવાથી વિદ્યારે પ્રાસાદ સંબધિ કથા આ પ્રમાણે કહી(શ. મા. પૃ. ૭૩)
વૈતાઢ્ય પર, રત્નપુર નગરમાં મણિચૂડ રાજા રાજ્ય કરે છે. તેને રત્નપ્રભ અને રત્નકાંત નામના બે પુત્રો છે. રત્નપ્રભને રાજ્ય આપી પિતાએ દીક્ષા લીધી. રત્નકાંત તે હું. મને પરાક્રમને ઉછુંખલ જાણી કાઢી મુક્યો. તેથી પાતાળમાં નગર રચાવી હું અત્રે રહું છું. (શ. મા. પૃ. ૭૪)
પછી તે શાંતિનાથ ભગવાનના ચૈત્યમાં લઈ જઈને બન્ને જણે ભગવાનની ભાવથી પૂજા કરી. રાજપુત્રને રસ્તો બતાવ્યું. વનમાં મુનિ મહારાજ બતાવ્યા. ત્યારે રાજપુત્રે વિધિપૂર્વક ગુરુ વંદન કર્યું. તે મુનિ સન્મુખ બેઠો. મુનિરાજે ઉપદેશ આપ્યો. રાજપુત્રે પુછયું આપ કયાંથી પધારો છો? ત્યારે કહ્યું કે અમે શ્રીપુંડરિકગિરિ અને ઉજયંતની યાત્રા કરીને આવીએ છીએ. સિદ્ધાચલનું નામ સાંભળતાં, પિતાને રાજકુમાર ધન્ય માનવા લાગે. ગુરુ. મહારાજ બોલ્યા-જિનમાં પ્રથમ જિન, ચકીમાં પ્રથમ ભરત ચકી, જન્મમાં મનુષ્ય જન્મ, અક્ષરોમાં કાર, દેશમાં સેરઠ ઉત્તમ છે, તેમ સઘળા તીર્થોમાં શત્રુંજય ઉત્તમ છે. તે કલ્યાણ કરનાર છે. શત્રુંજય તીર્થ ત્રણે લેકમાં પવિત્ર છે. સિદ્ધાચલ પર રાષભદેવ પ્રભુ બિરાજે છે. ગિરિરાજ અને આદિદેવના દર્શનથી-સર્વ પાપથી, પ્રાણી મુક્ત થાય છે. (શ. મા. પૃ. ૭૬).
તે સંબંધિ કથા ભરતમાં શ્રાવસ્તિ નગરીમાં ત્રિશંકુને પુત્ર ત્રિવિકમ રાજા રાજ્ય કરતા હતે. એક વખત, બહાર વડ નીચે, રાજા ઉભો હતો ત્યારે, તે ઝાડ ઉપરથી, પક્ષી કઠોર શબ્દ કરતું સાંભળી બાણ વડે તેને વીંધી નાંખ્યું. થરથર કંપતું પક્ષી પૃથ્વી પર પડ્યું. તેથી રાજાને પરિતાપ થયો. આર્તધ્યાનથી પક્ષી મરીને ભિલ્લના કુળમાં જન્યું. તેણે શિકાર કરવાનું બંધ કર્યો.
રાજા ત્રિવિકમને એક વખત, ધર્મરુચિ મુનિએ, દયા-ધર્મને મહિમા સમજાવ્યું. રાજાના અંતરમાં દયાને અંકુરો ઉગ્યો. તેણે મુનિ પાસે દીક્ષા અંગીકાર કરી. ભણીને જ્ઞાની થયા. એકાકી વિહાર વાળા થયા. એક વખત ઘેર અરણ્યમાં આવ્યા. ત્યાં કાર્યોત્સર્ગ કર્યો. પેલે ભીલ ત્યાં આવી ચ, પૂર્વના વેરના કારણે તેને મુનિને પ્રહાર કર્યા. તેથી ક્રોધિત થયેલા મુનિએ ભીલ પર તેજે લેડ્યા મૂકી, આથી તે ભીલ મરીને તેજ વનમાં સિંહ થયો. ત્રિવિક્રમ મુનિ વિહાર કરતા ફરી તેજ વનમાં આવ્યા. સિંહે મુનિને જોતાં મુનિ ઉપર ધર્યો. તેમણે તપના પ્રભાવે સિંહને મારી નાખ્યો. તે તેજ વનમાં રોઝ થયું. તે વનમાં તે મુનિ આવીને કાર્યોત્સર્ગમાં રહ્યા.
(૩૪)