________________
શ્રી શત્રુંજય ગિરિરાજ માહાત્મ્ય
ઋષિએ સત્કાર કર્યાં. પછી ગાંગલી ઋષિએ કહ્યું મારી કન્યા આપને યોગ્ય છે. માટે તેનું પાણીગ્રહણ કરો. કૅમલમાલાને પરણાવી.
રાજાને પુત્ર પ્રાપ્તિના મંત્ર આપ્યા. ઋષિએ પુત્રીને સાચવવાની પ્રાથના કરી. રાજાએ તે મંજુર રાખી. ત્યાંથી બધા આદીશ્વર ભગવાનના મંદિરમાં આવ્યા. મંદિરની બહાર આવીને પુછ્યા. ઋષિએ કહ્યુ કે માગ જાણતા નથી.
મા
આમ્ર વૃક્ષ પર શુક
એટલામાં આમ્રવૃક્ષ પર બેઠેલો શુક ખેલ્યા કે ઋષિ તમા ચિંતા ન કરો. ત્યારે ઋષિ ભૃગધ્વજ રાજાને બહાર લાવી લાવે છે. રાજા બહાર આવ્યા એટલે પાપટ (શુક) ખેલ્યા આપને હુ માર્ગ અતાવું છું. આગળ ચાલતાં પાતાના નગર નજીક આવ્યા, ત્યારે શુક સુસ્ત થઈને ઝાડપર બેઠો.
રાજા પુછે કે હે શુકરાજ ! આપ નગર નજીક આવી સુસ્ત કેમ થયા ? શુકે કહ્યું કે એમાં એક કારણ છે, તે સાંભળેા :–
ચંદ્રપુરીના રાજા ચન્દ્રશેખરની બહેન ચંદ્રાવતી આપની માનીતી રાણી છે, પણ અંદરથી કપટી છે. તેણે તમારા બહાર જવાથી પોતાના ભાઇને સમાચાર આપીને તમારા નગર પર ચઢાઇ કરાવી છે. આથી તમારા રક્ષકોએ નગરના દરવાજા બંધ કર્યા છે. પણ નાયક વગરનુ શું ? આથી હું નિરાશ થઇને બેઠો છું. (આ સાંભળીને રાજા ચિ'તાતુર થયેા.)
ત્યારે પાપટે કહ્યુ` વ્યશાક ન કરો. તુ એમ ન સમજ કે “મારું રાજ ગયું”. એટલામાં ચારેકોરથી ધુળ ઉડાડતી સેના આવે છે. ત્યારે રાજા વિચારે છે કે મને મારી નાંખશે. રાજા મુંઝાય છે. એટલામાં સેના આવીને રાજાને જય જયકાર ખેલે છે. આપના પધારવાથી અમને આનંદ છે. રાજા વિચારે છે કે આ પાપડ(શુક)ના વચનના જ પ્રભાવ છે. રાજા ઉપકારી પોપટ તરફ જીવે છે. તે દેખાતા જ નથી. રાજાએ પાપટની વાત કહી–ઉપકાર કરવાના બદલેા આપવાની વાત કહી. પણ પોપટ દેખાતા નથી. શું કરવું ? સેવાએ કહ્યું હે રાજન્ ! પોપટ મળશે.
તે
રાજાના આગમનથી નગરલેાક વગેરે બધા ખુશ થયા. મૃગધ્વજરાજાનું આગમ જાણીને ચંદ્રશેખર ભાગ્યેા અને દ્રુતદ્વારા રાજાને ભેટ મોકલી અને કપટથી કહેવરાવ્યુ કે આપ નહેાતા એટલે રાજયનું રક્ષણ કરવા આવ્યા હતા. મૃગધ્વજ, ચંદ્રશેખરના સામા આવવાથી ઉચિત સત્કાર કર્યાં. રાજાએ મહેાત્સવથી નગરમાં પ્રવેશ કર્યાં.
(૨૧)