________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન
પ્રકરણે શ્રમણ ભગવાન મહાવીર મહારાજ, શત્રુંજય ગિરિરાજ પર પધાર્યા અને ઇન્દ્ર મહારાજે જે પ્રશ્નો ભગવાનને કર્યા અને ભગવાને વિસ્તારથી ઉત્તરે આપ્યા તે સર્વ વિગતે આમ તે આ પુસ્તકમાં સમાવી શકાય નહિ. છતાં, આ પુસ્તકમાં તેના સંદર્ભમાં ઉપયોગી, એવી સર્વ વિગતે કડીબદ્ધ ટુંકમાં રજુ કરું છું. અત્રે લીધેલા વિષયેને મુખ્ય આધાર શત્રુંજય માહાસ્ય શ્રીધનેશ્વરસૂરીશ્વરજીના રચેલાને લીધે છે. અવસરે અન્ય પુસ્તકને આધાર પણ સામાન્યથી લીધે છે.
તેને જણાવનારા પ્રકરણે આ પ્રમાણે ૧-શ્રી શત્રુંજય ગિરિરાજ મહાભ્ય, ૨-સૂર્યકુંડ સૂરજકુંડને મહિમા, ૩-ગિરિરાજના ૧૭ ઉધારો, ૪-ગિરિરાજ ઉપર સિદ્ધિપદને પામેલા મુનિવરે, પ-વર્તમાનમાં ગિરિરાજની યાત્રા, ૬-પાયગા=રસ્તાઓ, ૭–સંઘે કાઢનાર પુણ્યવાને, ૮-નજીકના પૂર્વકાળમાં કેટલા મંદિરો હતાં અને અત્યારે કેટલાં ? –ચાત્રાના મુખ્ય તહેવારો, ૧૦-દોઢ ગાઉ, ત્રણ ગાઉ, છ ગાઉ, બાર ગાઉની પ્રદક્ષિણુઓ, ૧૧-પટ જુહારવાની પ્રથા, ૧૨-સાથે એકવીશ નામના ખમાસમણે, ૧૩-અર્થ સહિત એકસો આઠ ખમાસમણ, ૧૪-દાદાની ટુંકમાં ત્રણ પ્રદક્ષિણું, ૧૫-નવાણું યાત્રા, ૧૬-ચાતુર્માસની સ્થિરતા અને ગિરિસ્પર્શના, ૧૭-કિલ્લેબંધિ, ૧૮ચાત્રાળુને ભાથું, ૧૯–ગિરિરાજને વહિવટ, ૨૦-ગિરિરાજ અંગે એકસ બાર (લગભગ) ફેટાઓ અને ૨૧-(એક બાર) ફેટાઓને પરિચય, એ રીતે શ્રી શત્રુંજય ગિરિરાજ દશન નામના આ પુસ્તકમાં લેવા વિચાર્યું છે.
શ્રીધનેશ્વરસૂરિજી મહારાજે, શ્રી શત્રુંજય ગિરિરાજના માહાસ્યની રચના કરતાં, સર્વ પ્રથમ, પાંચ તીર્થકરોને નમસ્કાર કરી શ્રી પુંડરિકસ્વામિને નમસ્કાર કરી, શાસન દેવીનું ધ્યાન કરીને, ગ્રંથ રચવાને પ્રારંભ કર્યો છે. તેમાં જણાવ્યું છે કે પ્રથમ, શ્રી પુંડરિક સ્વામિએ સવાલાખ લોક પ્રમાણ માહાભ્ય રચ્યું હતું, ગૌતમ સ્વામિએ પચ્ચીસ હજાર શ્લોક પ્રમાણુ રચ્યું હતું પણ હું વલ્લભીના રાજા શીલાદિત્યની પ્રાર્થનાથી સંક્ષેપમાં શ્રી શત્રુંજય ગિરિરાજ માહાસ્ય રચું છું, એમ જણાવ્યું છે. (શ. મા. પૃ. ૨)
મારી વાત–ઉપર જણાવેલ શત્રુંજય માહાસ્યના આધાર સાથે ગુરુવર્ય ની સેવાથી મેળવેલ અનુભવ અને મારા અનુભવથી મેળવેલ એમ ત્રિવેણુને રાખીને હું આ ગ્રંથ ગુર્જર ભાષામાં તૈયાર કરું છું.
(૧૦)