________________
પુરાવા
૧. પ્રથમ વર્ગના દેશ અધ્યયનમાં આ પ્રમાણે “શત્રુંજય પર્વત પર અંધકવૃષ્ણિ રાજાના દશ પુત્ર ક્ષે ગયાને ઉલ્લેખ.
- ત્યાર પછી તે ગૌતમ અણગાર એક વખતે જ્યાં અરિહંત અરિષ્ઠનેમિ ભગવાન હતા ત્યાં આવ્યા. આવીને ભગવાનને ત્રણ પ્રદક્ષિણા કરીને આ પ્રમાણે કહ્યું કે- હે ભગવન ! હું ઈચ્છું છું કે જે આપ આજ્ઞા આપે તે એક માસની (એક માસ વગેરેની બાર ) ભિક્ષુપ્રતિમાને અંગીકાર કરીને વિચરૂં. એ પ્રમાણે સ્કંદ મુનિની માફક ગૌતમ અનગારે બારે ભિક્ષુ પ્રતિમાઓ વહન કરી. વહન કરીને ગુણરત્ન નામનું તપકર્મ પણ તે જ રીતે કર્યું. પછી કંઇક મુનિની જેમ તેમણે વિચાર કર્યો. તે જ પ્રમાણે (ભગવાનને પૂછ્યું, તે જ પ્રમાણે સ્થવિર મુનિઓની સાથે શત્રુંજય ઉપર ચઢ્યા. એક માસની સંલેખના કરી બાર વર્ષને ચારિત્ર પર્યાય પાળી યાવત્ સિદ્ધિપદને પામ્યા. એ સૂત્ર ૧૫
જેમ આ ગૌતમ અધ્યયન કહ્યું તેમ બાકીનાં નવ અધ્યયને કહ્યાં ૧, અંધકવૃષ્ણિ પિતા ધારણી માતા, પુત્રેના નામ આ પ્રમાણે-સમુદ્ર ૨, સાગર ૩, ગંભીર ૪, સ્તિમિત ૫, અચલ ૬, કાંપિલ્ય ૭, અક્ષોભ ૮, પ્રસેનજિત , અને વિષ્ણુ ૧૦. આ રીતે પ્રથમ વર્ગના દશ અધ્યયનને એક જ ગમા (પાઠ) વાળાં કહ્યાં. એ સૂત્ર ૨ -
બીજા વર્ગનાં આઠ અધ્યયનેમાં પણ અંધકવૃષ્ણિ રાજાના આઠ પુત્ર “શગુંજ્ય” ગિરિરાજ પર મોક્ષે ગયાનો ઉલ્લેખ છે.
તે કાળ અને તે સમયને વિષે દ્વારકા નગરીમાં અંધકવૃષ્ણિ પિતા ધારણી માતા (તેમના આઠ પુત્રેના નામ આ પ્રમાણે) અક્ષેભ ૧, સાગર ૨, સમુદ્ર ૩, હિમવંત ૪, અચલ પ, ધરણ ૬, પુરણ ૭, અને અભિચંદ્ર આઠમે.
જે પ્રમાણે પ્રથમ વર્ગ કહ્યો, તે પ્રમાણે (આ બીજા વર્ગના) સર્વે એટલે આઠ અધ્યયને. ગુણરત્ન નામનું તપકર્મ, સોળ વર્ષને સર્વને ચારિત્ર પર્યાય, તથા માસની સંલેખના વડે શત્રુ ” ગિરિ ઉપર મોક્ષપદની સર્વને પ્રાપ્તિ થઈ છે. સૂત્ર ૩ છે
જ્ઞાતાધર્મકથા( છઠા અંગ) નું ભાષાંતર
અગીયાર અંગે પિકી “નાયાધમ્મકહા” –જ્ઞાતાધર્મકથા નામના છઠ્ઠા અંગમાં નીચે પ્રમાણેના “શગુંજ્ય પર્વતને (ગિરિરાજને) ઉલ્લેખ છે.
(૨૦૭)