________________
પ્રાસ્તાવિક ખારા પત્થરના શિલાલેખે ઉપલબ્ધ થયા છે, તેની વિગતેને પણ સંચય કરાવવામાં આવ્યું છે. આ ઉપરથી આપણને સ્પષ્ટ ખ્યાલ આવશે કે લેખકશ્રીએ પુસ્તક પ્રકાશન થતાં સુધી પ્રાપ્ત થયેલી શક્ય તેટલી બધી જ વિગતેને સંગ્રહ કરીને પુસ્તકને માહિતી પ્રચુર બનાવવાને પૂર્ણ પ્રયત્ન યાદ છે. અંત્ય વિભાગના ત્રીજા પ્રકરણમાં પૂ. પંન્યાસજી મહારાજે ગ્રન્થની અનેકવિધ સામગ્રીને સૂક્ષ્મ અભ્યાસ, અવલોકન અને તીર્થયાત્રાના અનુપમ અનુભવને આધારે સંશોધક દષ્ટિએ નવા વિચારે દર્શાવ્યા છે. જેના દ્વારા ગિરિરાજની વૈવિધ્ય પૂર્ણ માહિતી વિશે સ્વતંત્ર અભિપ્રાય પ્રાપ્ત થાય છે. શત્રુંજય તીર્થ યથાર્થ રીતે સત્ય સ્વરૂપે સમજવાને સમજાવવાને વિનમ્ર પુરૂષાર્થ યુક્ત સંશોધક દૃષ્ટિને પ્રયાસ છે. તે ગૌરવ અનુભવવા જેવા મહાન પ્રસંગ છે.
તદુપરાંત પૂ. શ્રીએ આ પુસ્તકની રચનામાં ઉપયોગી એવી પ્રાપ્ત થયેલી માહિતીની એક મનનીય સંદર્ભ યાદી ટકી. ધર્મપ્રેમી, કલાપ્રેમી કે જ્ઞાનપિપાસુ આત્માઓ વિશઓના અધ્યયન દ્વારા શ્રી શત્રુંજયનું તલસ્પર્શી જ્ઞાન પ્રાપ્ત કરીને ધર્મધ્યાનમાં રમમાણ થશે.
શ્રી શત્રુંજય અંગે કેટલાક મતમાંતરે છે. તે વિશે પૂ. પંન્યાસજી મહારાજે પોતાના વિચારોની અભિવ્યક્તિ દર્શાવી છે.
આગદ્ધારક ગ્રંથમાલાના પ્રકાશનના ઉપક્રમે શ્રી શત્રુંજય ગિરિરાજ દશન પુસ્તક પ્રગટ કરવામાં આવે છે. તે ખરેખર આનંદને વિષય છે. જૈન તીર્થોના ઇતિહાસમાં એક અભિનવ પ્રકાશન છે. એક વાત એવી પણ છે કે લેખકશ્રીની ઈચ્છા આ ગ્રંથને ઈગલીશમાં પ્રકાશન કરવાની છે. તે પણ આ સંસ્થાના ઉપક્રમે થશે.
આ પ્રસંગે ધર્મપ્રેમી આર્થિક સહાયકને તેમને આપેલી સહાયને યાદ કરીને હૃદયપૂર્વક અભિવાદન કરું છું. અંતમાં આ પુસ્તકને જૈન, જૈનતરે, સાહિત્યકારો, કલાપ્રેમી સજ્જને, તીર્થયાત્રા રસિકે, અને ધમીજને સવિશેષ ઉપયોગ કરી જ્ઞાનોપસના અને તીર્થયાત્રા દ્વારા આત્મોન્નતિના પંથે પ્રવર્તમાન થશે તેવી શુભ મહત્વકાંક્ષા સેવું છું.
આપને આભાર
જૈન જયતિ શાસનમ્
૨૦૩૫ શ્રા, સુ. ૧
XII