________________
પ્રાસ્તાવિક ખર્ચ કરીને તીર્થોદ્ધાર કર્યો છે અને આ તીર્થનું ગૌરવ સાચવ્યું છે.
તેમને લાખ લાખ વંદન કરું છું. ૧૪ મા પ્રકરણમાં સંવત ૧૮૪૪ માં ગિરિરાજ ઉપરનાં દેરાસર અને પ્રતિમાઓની વિગતવાર યાદી આપી છે. જેનાથી આ તીર્થની પ્રાચીન કાળની ભવ્યતા અને વર્તમાનમાં પણ કેટલી મહત્તા છે, તેને પરિચય થાય છે. દહેરાં અને પ્રતિમાઓની સંખ્યા તીર્થભૂમિ તરીકેની શાશ્વત ખ્યાતિનું સ્મરણ માત્ર ભાવિક ભક્તોને નત મસ્તક બનાવે છે. આ રીતે અન્ય પ્રકરણની સાથે આ પ્રકરણ શત્રુંજય માહાત્મયમાં અનન્ય ફળ આપે છે. અત્યારે જે ગિરિરાજ જોઈએ છીએ તેમાં ઘણું સુધારા વધારાઓ થયા છે. આ સુધારાઓ ઐતિહાસિક ભૂમિકા પૂરી પાડે છે. વળી શાસ્ત્રોકત વિધાન અને કલાત્મક દૃષ્ટિથી બેનમૂન છે. આવી રસિક વિગતે પ્રકરણ ૧૯ માં મૂકવામાં આવી છે.
મધ્ય વિભાગમાં ગિરિરાજના ૧૨૦ ફેટાઓને સંગ્રહ કર્યો છે. આ ફેટાઓ જુદી જુદી રીતે વિશિષ્ટ સામગ્રી દ્વારા અને ખી રીતે શત્રુંજય તીર્થને સર્વગ્રાહી કલાત્મક પરિચય કરાવે છે. ગિરિરાજ, ગિરિરાજના મૂળ નાયક શ્રી આદીશ્વર ભગવાન, દહેરાસરની બાંધણ, આરસનું કેતરકામ, નવટુંકે, ગર્ભદ્વાર, બાવન જિનાલય, ચૌમુખજી, ગિરિરાજની પાયગા, છગાઉની પ્રદક્ષિણા વગેરેનું કલાત્મક દર્શન ઉપરોક્ત ફેટાઓમાં કરાવ્યું છે. આ નમુનાઓ એટલે જૈન શિલ્પ અને સ્થાપત્યકલાના અજોડ નમુના રૂપ છે. સાંસ્કૃતિક વિકાસમાં રાજકીય શાંતિ એ એક મહાન પરિબળ છે. રાજકીય શાંતિના સમયમાં સાહિત્ય, કલા, ધર્મ અને વિજ્ઞાન જેવાં ક્ષેત્રને વિકાસ પ્રગતિના શિખરો સર કરે છે.
આ પરિચય આદ્ય વિભાગના પ્રકરણ ૨૧ માં કરાવવામાં આવ્યો છે. આ જોતાં ગિરિરાજ સર્વ સંગ્રહ નામાભિધાન આપીએ તે અસ્થાને નહિ લાગે. આ કલાત્મક ઝાંખી પુસ્તકની વિશિષ્ટતામાં અપૂર્વ વૃદ્ધિ કરે છે.
અંત્ય ભાગમાં શ્રીગિરિરાજ ઉપરના વિવિધ આશરે ૫૦૦ શિલાલેખે મુકવામાં આવ્યા છે. આ શિલાલેખો એ ઐતિહાસિક દસ્તાવેજો સમાન ગૌરવ ભર્યું સ્થાન ધરાવે છે. પૂ. પંન્યાસજી મહારાજે સંવત ૧૯૬માં આ ગિરિરાજ ઉપર ફરીને સ્વહસ્તે જીર્ણ શર્ણ થઈ ગયેલા શિલાલેખને ઉકેલવાનું અને તેના પાઠ બેસાડી સત્ય હકીક્તને ખ્યાલ આવે એવું ભગીરથ કાર્ય ખરેખર એમની તીર્થાધિરાજ પ્રત્યેની અનન્ય ને અપૂર્વ ભક્તિના પ્રતીક સમાન છે. આ અંગે વિશેષ પરિચય “મારે કાંઈ કહેવું છે” તેમાં આપે છે. વળી આ વિભાગના પ્રકરણ પહેલામાં જે શિલાલેખની મહત્વપૂર્ણ યાદી આપી છે, તેમાં છેલ્લા બેદકામ વખતે
XI