________________
શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા
મનુષ્યના બાહ્ય બૈરી હોય કે અભ્યન્તર વૈરી હોય, પણ તેને અહીં આવવાથી આ તીર્થના પ્રભાવે, શાંતિ મળે છે, અને ભવભ્રમણની અશાંતિ ટળે છે, તેથી તે પુણ્યવાન ! આ તીર્થને હંમેશાં પ્રણામ કરે. ર૭ા
જગ હિતકારી જિનવરા, આવ્યા એણે ઠામ !
તે તીર્થેશ્વર પ્રણમીએ, જસ મહિમા ઉદ્દામ ૨૮ખમા જગતના જીવોનું હિત કરનારા જિનેશ્વરે પણ આ તીર્થભૂમિની પાવનતાથી આકર્ષાઈ આની ઉપર પધાર્યા હતાં, એવો આને શ્રેષ્ઠ મહિમા છે, આવા આ તીર્થેશ્વરને હે ભવ્યાત્માઓ! તમે પૂર્ણ ભાવથી નમસ્કાર કરે. પ૨૮
નદી શેત્રુંજી સ્નાનથી, મિથ્થા મળ દેવાયા
તે તીર્થેશ્વર પ્રણમીયે, સવિજનને સુખદાય પર ખમાવા જેને સ્પર્શીને વહેતી શત્રુંજય નદીનું પાણી એવું પવિત્ર છે કે તે ભવ્યના મિથ્યાત્વ મેલને ધોઈ નાંખે છે, અને જેનું પાણી સર્વ જીવોને સુખ આપનાર થાય છે. એવા આ તીર્થરાજને હે ભો! તમે નમસ્કાર કરો. મારા
આઠ કર્મ જે સિદ્ધગિરે, ન દીયે તીવ્ર વિપાક |
તે તીર્થેશ્વર પ્રણમીયે, જિહાં નવિ આવે કાક ૩૦ખમાશે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય. મેહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય એ આઠ કર્મો જે છે તે આ ગિરિ ઉપર તીવ્ર ફળને દેતા નથી, કારણ કે તે આ ગિરિને પ્રભાવ છે, આ ગિરિ ઉપર કાગડા જેવા જ હોય છે તે આવતા નથી. તેથી તે ભાગ્યશાળી ! આ ગિરિરાજને નમસ્કાર કરે ૩૦
સિદ્ધશિલા તપનીયમય, રત્ન સ્ફટિક ખાણું !
તે તીર્થેશ્વર પ્રણમીયે, પામ્યા કેવળજ્ઞાન ૩૧ખમા શ્રીસિદ્ધાચલ તપેલા સુવર્ણના જેવો દેદીપ્યમાન છે. અને ત્યાં સ્ફટિક રત્નની ખાણ પણ છે. એ તે હોવાને લીધે તેની આરાધનાથી ભવ્ય કેવળજ્ઞાનને પામ્યા છે, તે ચાલે આ તીર્થેશ્વરને પ્રણામ કરીએ ૩૧
શ. ૨૨
(૧૬૯)