________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન
આ આત્માને આઠકર્મોએ ઘેરેલે છે. તે આઠ કર્મોને જેણે નાશ કર્યો છે, તે સિદ્ધ કહેવાય. આવા આકર્મનો નાશ કરાવનાર એવોજ અચલ–પર્વત-ગિરિ તે સિદ્ધાચલ તેનું હમેશાં આત્માએ ધ્યાન એને સ્મરણ કરવું જોઈએ. આવું સ્થાન કયું? તેથી જણાવે છે કે ઉર્ધ્વ અધે અને તિચ્છ લેકમાં કે ૧૪ કર્મ ભૂમિમાં આવું આ એકજ ભરત ક્ષેત્ર છે કે જેમાં તે સ્થાન આવેલું છે. તેમાં પણ, દક્ષિણ ભારત અને ઉત્તર ભારતના ખંડમાં દક્ષિણના ત્રણ ખંડમાં, મધ્યને જે ખંડ છે, તે ખંડમાં, સેરઠ દેશ આવેલ છે. તે સેરઠ દેશમાં આ શ્રીસિદ્ધાચલ આવે છે. તે હવે પછી શું ? ત્યારે કહે છે કે–ચેરાસી લાખ છવાયોનિમાં એવો એકજ મનુષ્યભવ છે, કે તે તે મેળવવાની તાકાત વાળે છે. એવો મનુષ્ય જન્મ તને મલ્ય છે, તેને પામીને તારા આત્માના કલ્યાણ માટે તું વરંવાર, હજારો વખત તેને વંદન કર પલા
એ સિદ્ધાચલની આરાધના કરવાને માટે તારે કઈ સામગ્રી જોઈએ ? અંગની-શરીરની પવિત્રતા જોઈએ, વસ્ત્રની પવિત્રતા જોઈએ, મનની અંતરની પણ પવિત્રતા જોઈએ, ભૂમિની પવિત્રતા જોઈએ, પૂજા કરવાને માટે પણ પૂજાના ઉપકરણો સારાં જોઈએ. પૈસે પણ ન્યાયથી પ્રાપ્ત કરેલો જોઈએ, આવી રીતે સાતે પ્રકારની શુદ્ધિ હોય તે તે સાચી આરધનાના રૂપમાં આવે છેરા
હવે તે તેવા આરાધકે કોણ થયા ? કયારે ક્યારે થયા ? કેવી રીતે આરાધના કરી ? અને કેટલા કેટલાની સાથે તે આરાધી ગયા, તેવા તે આ “૨૧’ ખમાસમણના કર્તા વીરવિજયજી મહારાજ તેમનાં નામ લેવા સહિત વર્ણન કરી બતાવે છે.
શ્રી શત્રુંજય મહામ્યમાં જણાયું છે કે
એકેનાપ્યપવાસેન, કાર્તિક્યાં વિમલાચલે ! બ્રહ્મ યેષિદ્ ભૂણ હત્યા-પાતકામ્યુચ્યતે નરક છે અનન્તા મુક્તિર્માસેદુ-રત્ર તીર્થપ્રભાવતઃ | સેલ્યક્તિ બહવોખ્યત્ર, શુદ્ધચરિત્રભૂષિતાઃ પાલા યાત્રયા તપસા દાનાદ્દવાર્ચનવિધાનતઃ | અન્યત્રા કાલપુણ્યાત્ તસ્યાં સ્વાદધિક ફલમ પારા
(૧૫૨)