________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન
પાછલી બાજુમાં સુરત વગેરે વીશાનિમાનું બંધાવેલું ચંદ્રપ્રભુનુ દહેરાસર છે. (કેટલાક લેખકે મહુધાવાળા લખે છે પણ તેમને તેની ઉપરને શિલાલેખ વાંચ્યું નથી. તેની ઉપર સુરત વગેરે સંઘના વીસાનિમાયે બંધાવ્યું, તેવો શિલાલેખમાં મોજુદ છે.) એક બીજુ ચંદ્રપ્રભુનું મંદિર રાધનપુરવાળા શેઠ લાલચંદભાઈનું બંધાવેલું છે.
નાની સાઈઝનાં ૧૪૫ર ગણધરનાં પગલાં પણ આ ટુકમાં છે. આ ટુંકમાં બધાં મળીને ૩ દહેરાસર ૫૧ દેરીઓ છે, બધીમાં મળીને ૪૮૦ પ્રતિમાઓ છે.
માણેકબાઇની દેરી મોદીની ટુંકથી આગળ ઉતરવા માંડતાં ૭૫ પગથીયાં ઊતર્યા પછી એક નાની દેરી આવે છે. તેમાં એક મૂર્તિ છે. તેની દંતકથા એવી કહે છે કે માણેકબાઈ રીસાઈને આવ્યાં. તેની યાદમાં મૂર્તિવાળી આ દેરી બનાવી છે. (ખરેખર આને પાક ઈતિહાસ જાણવા મલ્યો નથી.) ત્યાં બાજુમાં અદબદજીનું દહેરાસર આવે છે.
અદ્દભુત શ્રી આદિનાથ અહીંયાં વિશાળ ખંડ છે અને આગળ ઢાંકેલે ચેક છે. ખંડમાં પહાડના પથ્થરમાં કરેલી વિશાળકાય શ્રી આદીશ્વર ભગવંતની પ્રતિમા છે. તેની ઊંચાઈ ૧૮ ફૂટ છે. અને પહેલાઈ ૧૪ ફુટ છે. વિશાલ કાય પ્રતિમા હોવાથી અદબદજી એમ બોલાય છે. આ મંદિર અને પ્રતિમાજી ધર્મદાસ શેઠે સં. ૧૯૮૬માં કરાવી છે. તેને શિલાલેખ તેની દિવાલ પર લગાવે છે. મનને ડોળાવી નાખે એવી આશ્ચર્યકારી રમ્ય આ પ્રતિભા છે. જુની ચૈત્યપરિપાટીઓમાં સ્વયંભુ આદિનાથ અને અદ્દભુત આદિનાથ એવાં નામો ઉપલબ્ધ થાય છે. વિધિવિધાનથી તેને પૂજનિક બનાવી છે. કેટલાક અણસમજુ મનુષ્યો અને ભીમનું મંદિર કહેતા હતા પણ મુનીમ ગિરધરલાલ બાબુના સમયમાં પ્રતિમાની પખાલપૂજા અને નવઅંગ પૂજા કરવાને દિવસ દાદાની પ્રતિષ્ઠાને જ દિવસ (વૈશાખ વદ ૬ને દિવસ) નક્કી કર્યો. તે નક્કી કરવાથી જે અજ્ઞાનતા હતી તે દૂર કરી. આથી ઐ. વ. ૬ ના દિવસે પ્રક્ષાલ, પૂજા અને અંગરચના થાય છે. આ મંદિરની અંદર બેલીએ તે પડશે પડે છે. અહીંયાંના રંગમંડપમાં ઉભા રહીને દાદાના દહેરાસર તરફ જઈએ તે મનને મહેકાવે તેવી સુંદરતા મંદિરની દેખાય છે.
બાલાવસહી અદબદજીની ટુંકથી બહાર નીકળીને પગથીયાં ઊતરીએ ત્યારે બાલાવસહી આવે છે.
(૧૪૪)