________________
શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા
છે. એક કુટુમ્બના લેકે ખોડિયાર માતા આગળ આવીને છેડાછેડી છેડે છે.
મોદીની ટૂંક ઉફે પ્રેમાવસહી આગળ ચાલતાં રાજનગરના ધનાઢ્ય વેપારી મેદી પ્રેમચંદ લવજીએ સિદ્ધાચલ ગિરિરાજને સંઘ કાઢ્યો હતો. અને આડંબરથી ગિરિરાજ પદ્યાર્યા હતા. તેમને અહીયાં સપાટ જગ્યા દેખાતાં અત્રે ટુંક બંધાવવાની ભાવના થઈ અને ટુંક બંધાવી. આથી આ ટુંક મેદીની ટુંક કહેવાય છે. આમાં, દહેરાસર અને ૫૧ દેરીઓ છે. આની ઉભણી નીચી છે. મૂળ દેરાસર શ્રી ઋષભદેવ ભગવાનનું છે. તે તેમનું બંધાવેલું છે. તેની પ્રતિષ્ઠા સં. ૧૮૪૩માં થઈ છે. શ્રીપુંડરીક સ્વામીનું દેરાસર પણ તેમનું જ બંધાવેલું છે.
સુરતવાળાનાં દેરાસાર ટુંકમાં પેસતાં એક બાજુ સહસ્ત્રફણા પાર્શ્વનાથજીનું મંદિર છે. તે સુરતના શેઠ રતનચંદ ઝવેરચંદાસનું બંધાવેલું અને આરસપાષાણુનું છે. આ દેરાસરના રંગમંડપમાં બે ગોખલા છે, તેની કારીગીરી વસ્તુપાલ તેજપાલના આબુ બંધાવેલા દહેરાસરમાં આવેલા દેરાણી જેઠાણીને ગોખલાને યાદ કરાવે તેવી છે. ગભારામાં શેઠ શેઠાણની મૂતિઓ પણ છે. અહિંના બે ગોખલાઓ સાસુવહુના નામના છે. ત્રણ મહર તારણે આગળ થાંભલાઓ પર છે.
કળાકારે થાંભલા પર ત્રણ પુતળીઓ કરી છે, તેમાં એકને સાપવિંટાઓ છે એકને વિછી કરડે છે એકને વાંદરો પકડે છે. એટલે સાસુને સાપ, પાડોશણને વીંછી અને વહુને વાંદરો. તેની કથા એમ જણાવે છે કે વહુ બીચારી ભેળી છે, તેને કોઈ વાતની ખબર હોતી નથી. પણ સાસુ તેને વાંક જ શેધે છે. એક વખતે ખોટો વાંક શોધી કાઢ્યો. વહુ તે તે સાંભળીને શરમાઈ ગઈ તેથી તે ખુબ ખુબ રડી. તેની આંતરડી કકળી ઉઠી. તેમાં જાણે અધુરામાં પુરુ કરે તેમ પાડોશણુએ જુઠી ટાપશી પુરી. આથી વહુના વાંકમાં વધારે કરાયે. તે કુ પુરવા ચાલી. તેણે દુઃખની આગથી બળતે મને હૃદયની આહ નાખી. આ વાતની સાખ જાણે કરતે હોય તેમ કળાકારે તે વાત પુતળીમાં ઉતારી અને જગતને જણાવ્યું કે આ દશા થાય, માટે કુટુંબમાં કજીઓ ન થાય તેવું સુંદર વર્તન રાખવું જોઈએ.
આ મંદિરની સામે જ સહસ્ત્રફણા શ્રી પાર્શ્વનાથનું મંદિર છે. તે સુરતવાલાના રતનચંદભાઈના ભાઈ પ્રેમચંદ ઝવેરચંદાસનું બંધાવેલું છે. અને મંદિરમાં મન ડોલાવે તેવી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાઓ છે. બન્ને મંદિરની ઉપર ચૌમુખજી મહારાજ છે. પાલણપુરવાળા મેદીનું બંધાવેલું અજીતનાથ ભગવાનનું મંદિર છે.
(૧૪૩)