________________
શ્રીશત્રુંજય ગિરિરાજ દર્શન
છે. આ મંદિર સ ંઘવી મેાતીચંદ પાટણવાળાએ સ. ૧૩૭૫ માં બંધાવ્યું છે. તેની જોડે સમ્મેતશિખરનું દેરાસર છે. તેમાં આઠ દિશામાં થઈને ૨૦ પ્રતિમાજીઓ છે. અને નીચે પગલાં છે. એટલે તે સમ્મેતશિખરનુ` દહેરાસર કહેવાય છે. આ દહેરાસર સ. ૧૭૭૪ માં બંધાવ્યું છે આ બન્ને દહેરાસર સલગ્ન છે.
તેની બાજુમાં પખાલને માટે ટાંકુ આવેલુ છે. ત્યાંથી આગળ ચાલતાં પગલાંનાં દન કરતાં રાયણવૃક્ષ આવે છે. ( રાયણવૃક્ષને મહિમા આ પુસ્તકમાં પૂર્વ વર્ણવ્યા છે. રૂઢિ પ્રમાણે રાયણ વૃક્ષને પ્રદક્ષિણા દેનારા રાયાં ખાતા નથી. ) ત્યાંથી બહાર આવી શ્રી આદીશ્વર દાદાના પગલાંનાં દર્શોન કરી આગળ વધે છે, અને ગણધર પગલાંની બાજુમાં થઇને દર્શીન કરતા આગળ વધે છે.
કહેવાતા શ્રીસિમંધર સ્વામીના દેરાસરની બાજુમાંથી વમાનમાં જે નવી સીડી કરી છે, તેની ઉપર થઈને દાદાના દહેરાસર વગેરે ઉપર બિરાજમાન પ્રતિમાજીના દર્શન કરે છે. પાછા વળતાં શ્રીસિમ ધર સ્વામીના શિખરમાં ચૌમુખજી મહારાજનાં દશ્તન કરે છે. આ ચૌમુખજી મહારાજ સ. ૧૩૩૭ કે ૧૩૬૧ના અંજનશલાકા થયેલા છે. પછી નીચે ઉતરી જમણા હાથ તરફ જતાં સહસ્રા શ્રીપાર્શ્વનાથજીના દર્શોન કરે છે. અને ગંધારીયાના દેરાસરની બાજુમાંથી આગળ જાય છે. અહીંથી ત્રીજી પ્રદક્ષિણા શરુ થાય છે.
ત્રીજી પ્રદક્ષિણા
સામે પાંચ ભાઇએના દેરાસરથી ત્રીજી પ્રદક્ષિણા શરૂ થાય છે. પાંચ ભાઇઓએ આ મંદિર બંધાવેલું હાવાથી પાંચભાઈનું મંદિર કહેવાય છે. તેમાં પાંચ પ્રતિમાજી છે. તેની પ્રતિષ્ઠા સ’. ૧૯૬૭ માં થઈ છે. વળી સં. ૧૮૬૮ ના એક શિલાલેખ પણ ત્યાં છે. તે લેખ બહારના ગેાખલાને લાગે છે.
ત્યાંથી આગળ શ્રીપુડરીક સ્વામીના દેરાસરની પૂંઠે લાગીને દેરાસર છે, ત્યાં દર્શીન કરે. બાજુમાં બાજરીયાનુ દેરાસર છે. આ દેરાસર પર સં. ૧૬૫૧ ના શિલાલેખ છે. ત્યાંથી આગળ ચાલતાં દાગીના મૂકવાની સુરક્ષિત તિજોરીની રૂમ આવે છે. પછી શ્રીનેમનાથ ભગવાનના દર્શીન કરી આગળ વધાય છે, આગળ ચાલતા રથ મૂકવાના એરડાની બાજુમાં દેરાસરમાં દન કરી વીવિહરમાનના દેરાસરમાં જવાય છે. આ મદિરના ગભારામાં વીસવિહરમાન છે. અને રંગમંડપમાં ૨૪ ભગવાન છે. ત્યાં દર્શન કરી દેરીએમાં દન કરતાં આગળ વધે છે. આગળ વધતાં એક એરડામાં પ્રતિમાજી છે. અને ત્રીજી દેરીઓ પણ છે. ત્યાં દર્શન થાય. પછી અષ્ટાપદજીના દેરાસરમાં આવે છે. ત્યાં અષ્ટાપદની રચના કરીને ચાવીસ તીથંકરા મિરાજમાન
(૧૩૦)