________________
શ્રી શંત્રુજય ગિરિરાજ દર્શન
ત્યાં દર્શન કરીને કહેવાતા શ્રીસિમંધરસ્વામીના દેરાસરે જવાય છે. (ખરેખર આ દહેરાસરના મૂળનાયક ભગવાન ઉપર શ્રી આદીશ્વર ભગવાનનું નામ અંક્તિ છે. તે સં. ૧૬૭૭માં ભરાવેલા છે) તે ગભરામાં અને બહાર મંડપમાં બીજી પ્રતિમાઓ છે. તેની ઉપર જુદા જુદા લેખે પણ છે. શ્રાવક શ્રાવિકાની મૂર્તિ પણ મંડપમાં છે.
રંગમંડપમાં દેવીની પણ મૂર્તિ છે. તેને અમકા (અંબિકા) દેવી કહે છે. તેને અધિકાર આ રીતે છે.
અમકા દેવી અમકાના સાસરાનું ઘર મિથ્યાત્વી હતું, પણ પિતે જૈનધર્મ પાળતી હતી. એક દિવસ શ્રાદ્ધને આ. શ્રાદ્ધમાં ખીર કરી હતી. તે વખતે મા ખમણના તપસ્વી મુનિરાજ વહેરવા આવ્યા. તેથી તેને ખીર વહેરાવી. સાસુ પાણી ભરવા ગયાં હતાં. તે આવ્યાં ત્યારે પાડોસણે ચાડી ખાધી. આથી વહુને ધમકાવી. વહુ અને તેનાં બે છોકરાને પકડીને બહાર કાઢ્યાં. જ્યારે તેને પતિ આવ્યું ત્યારે કહ્યું કે આને મુડકાને શ્રાદ્ધ કરતાં પહેલાં ખાવાનું આપ્યું. તેને ગુસ્સે ઘણો આવ્યો અને ઊંધાં પડેલાં વાસણ ખેલ્યાં. તેમાં જાત જાતનાં પકવાન ભરેલાં હતાં. આથી કાઢી મૂકેલી તે પત્નીને બોલાવવા કુહાડો ખભે મૂકીને દે. દૂરથી તેને આવતે જોતાં આ મને મારવા આવે છે, તેથી બને છોકરાને લઈને તે કૂવામાં પડી. તેની પાછળ તેને ધણી પણ કૂવામાં પડે. તેને પણ મરીને ભેંસલે થયે અને અમકા મરીને અંબિકા થઈ. તેને ભેંસલે તેને વાહણ થયે. આ શિલ્પ કહેવાતા સિમંધર સ્વામીના રંગમંડપમાં આરસમાં કરેલ ગેખલામાં છે. અહિંયાં પહેલી પ્રદક્ષિણા પૂર્ણ થાય છે.
બીજી પ્રદક્ષિણા
નવા શ્રી આદીશ્વરનું મંદિર અહિંથી બીજી પ્રદક્ષિણા શરૂ થાય છે. આ મંદિર વસ્તુપાળ તેજપાળનું બંધાવેલું છે એવું અનુમાન કરે છે.
નવા શ્રી આદીશ્વરને ઇતિહાસ દુનિયામાં વાત એવી વહેતી મૂકાઈ છે કે શ્રી આદીશ્વર ભગવાનની નાસિકા પર વીજળી પડી, એટલે નાસિકા ખંડિત થઈ. ખરેખર જોતાં વીજળીથી નાસિકા ખંડિત થઈ એ વાત પૂજારીની વહેતી મૂકેલી છે. એટલે વાત ખોટી જ માનવી પડે. બેટી માનવાનાં કારણે
(૧૨૮)