________________
શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા
એક વખત બપોરના સમયે કપડાં ધોઈને કપડાં અને ધકે લઈને ઘરે આવ્યો. તેને ભૂખ લાગી હતી. તેથી હાથ-પગ ધોઈને ભાભી પાસે ખાવાનું માગ્યું. ત્યારે રસોઈ તૈયાર થઈ નહોતી એટલે, તેણે ભાભીને કહ્યું કે બપોર થઈ તે રસેઈ થઈ નથી, મારે ખાવું છે. ઘરમાં રહીને રસેઈપણ ટાઈમસર કરતાં નથી.
ભાભીએ ગુસ્સામાં કહ્યું કે “વારે થાય એમાં શું થઈ ગયું. આટલે પાવર કેની ઉપર કરે છે. તમારાભાઈ કમાય છે. તમારે બેઠા બેઠા તાગડધિન્ના કરવાં છે. બહુબળ હોય તે સિદ્ધગિરિપર યાત્રાળુઓને હેરાન કરનાર “સિંહ” છે, તેને મારે તે જાણું કે તમે બહાદુર છે.”
ભાભીએ મારેલા મેણાથી તે પાવરમાં આવ્યું. ને પ્રતિજ્ઞા કરી કે, “સિંહને મારી નાખું તે જ ઘરમાં પગ મુકે.”
આથી ધોકો લઈને નીકળી પડયો, તલાટીએ આબે મિત્રોની વિદાય લીધી ને કહયું કે ઉપર જઈને સિંહને મારીશ એટલે “ઘંટ વગાડીશ, ઘંટ વાગે ત્યારે તમારે જાણવું કે સિંહ મરાયે.
એમ કહીને ધોકો લઈને ગિરિરાજ ઉપર ચઢવા માંડ્રો ઉપર આવીને સિંહને શોધવા લાગ્યા. સિંહ તે એક ઝાડ નીચે નિરાંતે સુતેલું હતું. સુતેલાને ન મરાય આથી અવાજ કરીને સિંહને જગાયા. સિહં જેવું ઊંચું જોવા જાય છે કે તેના માથામાં એ ધોકે માર્યો કે, તે તરફડીને નીચે પડૂ, બેભાન થઈ ગયે
વિકમસી સિહ મર્યો એમ સમજી જેવો ઘંટ વગાડવા જાય છે, ત્યાં પાછળથી સિંહે ઝાપટ મારી, તે નીચે પડી ગયા. પણ છેક મારવાથી સિંહની ખેપરી તૂટી ગઈ હતી, તેથી સિંહ ત્યાંજ મરણ પામ્યા, વિક્રમસી પણ સિંહના ઘાથી ગવાયો હતે. વિક્રમસી વિચારે છે કે ઘંટ કેમ કરી વગાડે, તાકાત છે નહિ? પણ ઘા ઉપર ગમે તેમ કરી પાટો બાંધ્યો અને બધું પિતાનું બળ અજમાવીને ધીમે ધીમે ઉદૂ અને જોરથી ઘંટ વગાડ. વિક્રમસી મરી ગયે.
વિક્રમસીના ઉપર આવવાથી લેકે પણ ઉપર આવ્યા હતા, પણ ઘણું જ દુર રહ્યા હતા. આથી ઘંટને અવાજ સાંભળતાં બધા આવ્યા ત્યારે, એક બાજુ સિંહ મરેલો પડ હતું, ને બીજી બાજુ વિક્રમસી મરેલો પડ હતે.
વિક્રમસીએ પોતાના પ્રાણુના ભેગે યાત્રા ખુલી કરી. તેની યાદમાં લીમડાના ઝાડ નીચે તેને પાળીઓ આજે પણ વિદ્યામાન છે.
શ. ૧૬
(૧૨૧)