________________
શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા
સં. ૧૯૨૮માં બંધાવેલું છે. તેના વચલા મુખ્ય મંદિરની સામે પુંડરીક સ્વામિની દેરી છે. આ મંદિર ઉપર નીચે બે ભાગમાં વહેંચાયેલું છે. ચારે બાજુએ દેરીઓ છે. મુખ્ય મંદિરમાં સમવસરણ, ડાબે હાથે સમેતશિખરજી. જમણે હાથે મેરુ. બીજી બાજુ અષ્ટાપદ, બીજી બાજુએ એક રચના છે. વાઘણપોળ તરફ નીકળતાં રાધનપુરવાળા મસાલીયા કુટુંબનું બંધાવેલું પ્રભુનું દેરાસર છે. નીચે રસ્તા પર “કાવડ યક્ષની દેરી છે.
સંવત્ ૧૭૯૧માં ભંડારીએ બંધાવેલુ ઊંચા ઓટલાવાળું ઘણા પગથીયાંવાળું સામળા શ્રીઅમીજરાપર્ધનાથનું મંદિર છે.
તે પછી સં. ૧૭૮૮માં શાહ. પ્રેમચંદ રતનજીનું કરાવેલું ચંદ્રપ્રભુસ્વામીનું મંદિર છે. બેગલાવાળાનું બંધાવેલું સંભવનાથ ભગવાનનું મંદિર છે.
શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે, તે બહારથી જોતાં ઘર જેવું દેખાય છે, પણ તેની ખુબી કઈ જુદી છે. અંદર આરસપહાણની સુંદર છત્રી બનાવેલી છે. તેમાં આરસના સિંહાસન પર પાર્શ્વનાથ ભગવાન સુંદર નાજુક છે, તેને આગળ દરવાજે આરસને છે. તે દરવાજાની બે બાજુએ એટલે એક બાજુએ નંદીશ્વરદ્વીપને આબેહુબ ચિતાર આરસમાં કરેલ છે જંબુદ્વીપથી લઈને નંદીશ્વરદ્વીપ સુધીને બધાએ અધિકાર નંદીશ્વરદ્વીપના ડુંગર વગેરે તેની પર છે. ચિત્યમાં ભગવાન અતિ બારીક કળાથી બનાવેલ છે. પ્રતિમાજી મહારાજ દેખાય તેવા છે. બીજી બાજુએ અષ્ટાપદ પર્વત અને ૨૪ દેરાં રાવણ મંદોદરી ગૌતમ સ્વામી તાપસ ખાઈ વગેરે બધ અધિકાર કર્યો છે. નાજુક કળા કેવી હોય તે આ બે કરણીમાં કરેલું દેખાય છે. આગળ આરસના બે હાથી મનહર બનાવ્યા છે. નાના મંદિરમાં કેવી કળા થાય તે આમાં બતાવ્યું છે. આગળ દિવાલને સામાન્ય દરવાજો છે.
સં. ૧૮૬લ્માં પાટણના શેઠ ડુંગરસી મીઠાચંદ લાધાનું કરાવેલું શ્રીચંદ્રપ્રભુસ્વામીનું મંદિર છે સુરતના કેશરીચંદ વહોરાનું બંધાવેલ સંભવનાથ ભગવાનનું મંદિર છે. વળી પાટણના શેઠ. મીઠાચંદે કરાવેલું અજીતનાથ ભગવાનનું બીજુ મંદિર છે.
સં. ૧૭૮૮ માં બંધાવેલ શ્રી મહાવીર ભગવાનનું દેરાસર છે. આને ત્રણ ગઢ છે એટલે તે સમવસરણના ત્રણ ગઢ છે. પહેલા ગઢમાં વાહનો, બીજા ગઢમાં તિયોનો ને ત્રીજા ગઢમાં ૧૨ પર્ષદા છે. મદ સિંહાસનમાં ચતુર્મુખ ભગવાન છે. કર્તાએ શિવાલેખમાં કોતરાવ્યું છે કે વિરોષાવશ્યકમાં સમવસરણની જે રચના મેં સાંભળી, તેના આધારે આ સમવસરણનું દહેરાસર બાંધ્યું છે. તે સુરતવાળા સેમચંદ કલ્યાણચંદે બંધાવેલું છે.
(૧૧૯)