________________
શ્રીશત્રુંજય ગિરિરાજ ન
પંદરમાં શતકમાં એ ઉલ્લેખા મલે છે. તે શુ આ નહિ હેાય ? આ મંદિરમાં આદીશ્વરભગવાન છે. મંદિરના મુખ આગળ સુંદર ચાકીયાળુ છે. અંદર મંડપ અને ફરતી ચાવીસ દેરીઓ છે. મૂળમંદિર તેમજ ઝરૂખાઓ અને સુંદર ઘાટવધાનથી આ મદિર વિભૂષિત છે. તેના ભમતિના એ છેડે, એ ભમતિને મળતાં છેડાપર એ મદિરા છે. મૂળમંદિરના શિખર વગેરે ઘાટ કારણીમય છે. ભમતિના એક મંદિરની એક દિવાલે સુંદર ૧૪ સ્વપ્ન વગેરેની કારણી છે.
‘કુમારવિહાર’પછી ને હાથીપાળ’ ની વચ્ચે ગલી છે, તે ગલીમાંથી પાછળ જવાય છે.
સૂર્ય કુંડ-સૂરજકું ડ
અહી સૂર્ય કુંડ છે, જેના મહિમા ગવાય છે તે. જેના પાણી વડે મહિપાલ રાજાના રાગ ગયા હતા, કુકડા થયેલ ચંદ્રરાજા આ કુંડના પ્રતાપે ચદ્રરાજા થયા હતા. તે પછી તેનીજ બાજુમાં ભીમકુંડ આવે છે. પછી ત્રીજો બ્રહ્મકુંડ અને ઇશ્વરકુડ આવે છે. ત્યાં એક દેરી છે. તેમાં શિવલીંગ સ્થાપન કરેલું. આનું કારણ તે એવું દેખાય છે કે, વડીલેાએ પૂજારીને તેમના ભગવાનની સગવડ પડે તે માટે ઉદારતા વાપરીને ત્યાં તે દેરી બનાવવા દીધી હશે. સૂર્યકુંડ પર કુકડાનું ચિત્ર અત્યારે વિદ્યમાન છે.
એક વાત−ડાબી બાજુના આ બધા દેરાસર પાછળ મોટા ભયંકર ટાંકાં છે, તેનું પાણી પ્રભુજીની પખાલમાં વપરાય છે. આ ટાંકાં કયા હિસાબે બન્યા તે આગળ વિચારીશું.
ટાંકાં અને કુંડ
કુડા પથ્થરને કેરીને બનાવાય છે, તેમાં પાણી નીકળી ન જાય તે માટે ચાકસાઇ કરાય છે. તે ખુલ્લા હાય છે. તેનું પાણી ન્હાવામાં ને પીવામાં વપરાય છે. જ્યારે ગિરિરાજ પર મોટાં મેટાં ટાંકા છે. ટાંકુ તેને કહેવાય છે કે જેની ચારે દિશા ખરાખર મજબૂત હાય છે. તેનું પાણી કોઈપણ દિશામાંથી બહાર ન નીકળે તેવું મજબૂત હેાય છે. તેને ઉપરથી ખંધ કરી દેવામાં આવે છે, ને એક ઢાંકણાવાળું બારણું ઉપર રખાય છે. પાણી કાઢવુ હાય ત્યારે એ ખાલાય છે. તેનું પાણી પ્રભુજીની પખાલમાં વપરાય છે. તેમાં પાણી આજુબાજુએથી વરસાદનું તેવા તેવા માર્ગોથી આવે. તેમાં ઉતરવાના પગથિયાં હેાતાં નથી. પણ કુંડામાં ઉતરવાને માટે પગથીયાં હાય છે.
વાઘણપોળની જમણી બાજુમાં પહેલુ દેરાસર કેશવજી નાયકનું આવે છે. તેને એ દરવાજા છે. એક સગાળપાળમાં પડે અને એક વાઘણુપાળની અંદર પડે. આ દેરાસર
( ૧૧૮ )