________________
શ્રીરાત્રુંજય મહાતીના ઉદ્ધારા
દરેક કારીગરને સોનાની જનેાઇ, સેનાની મુદ્રિકા, સાનાને માજી ખંધ, સોનાના કુંડલ, અને સાનાના કંકણુ તથા કિંમતી અલંકારે મજૂરી ઉપરાંત આપ્યા. સાધર્મિકોને ઉચિત ધન, વસ્ત્ર, અશન, પાન, વાહન આપી મીઠાં વચનાથી સૌનું સન્માન કર્યું. પૂજ્ય આચાર્ય-મ૰ આદિ સઘળા સાધુ સાધ્વીજીએને કાંબળ, વસ્ત્ર, પુસ્તક વગેરે જરૂરિયાત પ્રમાણે ધર્માંપકરણ વહેારાવી ભક્તિના લાભ લીધા.
આ રીતે સૌ કોઇનું સુંદર રીતે સન્માન કરી પોત–પોતાના સ્થાને જવાની રજા આપી.
મૂળ નાયક ભગવંતના ક્ષણવાર દન કરવાના સો રૂપીયાના કર તે વખતે રાજાને આપવા પડતા હતા તે માફ કરાવવા માટે કરમાશાએ રાજાની આગળ સોનાના ઢગલે કરી રાજાને અ`ણુ કર્યાં. ત્યારથી રાજાએ કર લેવાના બંધ કર્યાં. (અકબર બાદશાહના વખતમાં શત્રુંજયની યાત્રાના સેનાને ટાંક લેવાતા હતા તે શ્રીહીરસૂરિમના ઉપદેશથી બંધ થયા હતા.)
કરમાશાએ શ્રીશત્રુંજયતીના ઉદ્ધાર કરવા પાછળ અઢળક દ્રવ્યનેા સદ્વ્યય કર્યાં હતા. ઉદ્ધારમાં સવા કરાડ દ્રવ્યને વ્યય કર્યાં અને પ્રતિષ્ઠા વગેરેના ખર્ચતા જુદા. કેવી ઉદારતા અને પ્રભુ પ્રત્યે કેવી પ્રેમ-ભક્તિ હશે ? આ રીતે ઉદ્ધાર માટેના ખર્ચ માં તેમણે પાછુ - વાળીને જોયું નહિ. ધન્ય હા આવા ધર્મવીરાને.
હાલમાં ગિરિરાજ ઉપર જે મૂર્તિ બિરાજમાન છે, તે કરમાશાએ પ્રતિષ્ઠિત કરેલી છે અને મંત્રી વસ્તુપાલે મંગાવી રાખેલી જે આરસની શિલા હતી તેમાંથી મૂર્તિ અનેલી છે. હાલમાં દર વર્ષે વૈશાખ વદ ૬ ના દિવસે મૂળનાયક ભગવંત આદિના શિખરો ઉપર ધજા ચઢાવવામાં આવે છે અને સ્વામિવાત્સલ્ય થાય છે.
આ પ્રમાણે પાંચમા આરામાં મોટા ઉદ્ધારામાં આ ચેાથે ઉદ્ધાર છે. નાના-મોટા તા સેંકડો ઉદ્ઘારા આ તીર્થ ઉપર થઈ ગયા છે અને હજુ થશે.
આજે જે મૂર્તિ પ્રતિષ્ઠિત છે તે કરમાશાએ બેસાડેલી છે. હાલમાં મૂલનાયક ભગવંતનુ જે મંદિર છે. તે મહડમત્રીએ કરાવેલ છે. તેમાં નુકશાન પહોંચેલા ભાગેાના જીર્ણોદ્ધાર થતા રહ્યો છે. દર વરસે વૈશાખ વઃ-૬ ના દિવસે વરસગાંઠ ઉજવાય છે.
શ. ૧૩
છેલ્લા ઉદ્ઘાર-૧૭મા ઉદ્ધાર
આ અવસર્પિણીમાં છેલ્લા ઉદ્ધાર શ્રીદુખસહસૂરિના ઉપદેશથી વિમલવાહન રાજા કરાવશે.
(૯૭)