________________
શ્રી શત્રુંજય મહાતીર્થના ઉદ્ધાર
| દિલહીના બાદશાહ તરફથી અલપખાનને ઘણી મુશ્કેલીઓ આવી હતી. પણ એક વચનને ખાતર બહાદુરીથી બધી મુશ્કેલીઓ અલપખાને દુર કરી હતી અને જીર્ણોદ્ધારના કાર્યમાં કાંઈ આંચ ન આવે તે માટે બહેરખાનની સરદારી નીચે ચૂનદા સૈનિકે મેકલ્યા હતા.
જ્યાં જ્યાં સંઘના મુકામ થતા ત્યાં ત્યાં સૌને જમવાની છુટ હતી, તે માટે અન્નસત્ર રાખવામાં આવ્યાં હતાં અને ઉદ્ઘેષણ કરવામાં આવતી કે જે કઈ ભૂખ્યા હોય તે અહીં આવીને ભજન કરી જાવ. દરેક ગામમાં દીન–અથાથ અને જીર્ણોદ્ધાર વગેરે જેમાં જેમાં જરૂર હોય તેમાં ઉદારતાથી દાન આપતા હતા.
ગામે ગામ સંઘને સુંદર સત્કાર થતું હતું, પાટણથી નીકળી શેરીસા અમદાવાદ સરખેજ ધોળકા વગેરે સ્થળોએ મુકામે કરી સંઘ પીપરાળી ગામે આવ્યો. ત્યાંથી શ્રીગિરિરાજના દર્શન થતાં, ત્યાં ગીરિરાજને સોના-રૂપા મોતીડેથી વધાવ્યા અને મહોત્સવ કર્યો. અનુક્રમે સંઘ પાલીતણા આવી પહોંચ્યા. તે સમયે મોટાભાઈ સહજપાલ દેવરિરિથી અને સાહણસિંહ ખંભાતથી સંઘ લઈને આવી પહોંચ્યા હતા, સમરાશા બંને ભાઈઓને ભેટ્યા. આનંદ આનંદ થઈ ગયા. પાલીતણામાં સંઘને સામૈયાસહ નગર પ્રવેશ કરાવ્યો. લલિતા સરોવરના વિશાળ કાંઠા ઉપર પડાવ નાખવામાં આવ્યું.
બીજે દિવસે પ્રભાતે પાલીતાણામાં શ્રી પાર્શ્વનાથ ભગવાનના અને તળાવના કાંઠા ઉપર રહેલ શ્રી મહાવીર ભગવંતના જિનાલયે દર્શન કરી તલાટીએ આવ્યા. ત્યાં શ્રીને મનાથ ભગવંતનું પૂજન કરી, તલાટીએ દર્શનાદિ કરી બધે સંઘ ગિરિરાજ ઉપર ચઢ્ય.
મુખ્ય આચાર્ય શ્રી સિદ્ધસેનસૂરિજી મહારાજે અંજન શલાકા પ્રતિષ્ઠા આદિ અંગેની બધી સામગ્રી મંગાવી રાખી હતી. બધી વિધિઓ કરવા પૂર્વક શ્રી આદીશ્વર ભગવંત આદિ નૂતન પ્રતિમાજીએની અંજનક્રિયા કરવામાં આવી અને સંવત ૧૩૭૧ ના મહા સુદ ૧૪ને સેમવારે પુષ્ય નક્ષત્રમાં મીન લગ્ન શુભ મુહુર્ત ધામધૂમ પૂર્વક અચલ પ્રતિષ્ઠા કરવામાં આવી. મૂળનાયકની પ્રતિમાજીની પૂજ્ય આચાર્ય ભગવંતે પ્રતિષ્ઠા કરી, મૂળનાયકના ધજાદંડની પ્રતિષ્ઠા આચાર્યદેવની આજ્ઞાથી વાચનાચાર્ય શ્રીનાગેન્દ્ર કરી અને બીજી પ્રતિમાજીઓ વગેરેની બીજા આચાર્યો આદિએ પ્રતિષ્ઠા કરી.
સમરાશાહે પિતાના પિતા, ભાઈઓ વગેરે સાથે મૂળનાયક ભગવંતની ભાવપૂર્વક અષ્ટપ્રકારી પૂજા કરી. નૃત્યગીતગાન વગેરેથી ભાવપૂજા કરી. દશ દિવસને પ્રતિષ્ઠા મહોત્સવ સુંદર રીતે ઉજવાય. સુબાઅલપખાનની સહાયથી જીર્ણોદ્ધાર અને પ્રતિષ્ઠાનું કાર્ય સુંદર રીતે નિર્વિદને સમાપ્ત થયું.
(૮૫)