________________
શ્રી શત્રુંજય મહાતીર્થના ઉદ્ધાર
આ સાંભળી સગર ચક્રવતી વિચારવા લાગ્યા કે મારા પુત્ર ગંગા નદી લાવ્યા, તો હું તેમને પિતા થઈ, જે સમુદ્ર લાવું તે તેમનાથી વિશેષ થાઉં, નહી તે માનહીન થાઉં.
આમ વિચાર કરી યક્ષો દ્વારા સમુદ્રને ત્યાં લાવ્યા. ત્યારે ઈન્દ્ર સગર ચક્રવતીને કહ્યું કે “હે ચકી! આ તીર્થ વિના બધી ભૂત સૃષ્ટિ નિષ્ફળ છે. અષ્ટાપદ તીર્થને માર્ગ રૂંધાઈ ગયે. હવે આ તીર્થ પ્રાણીઓને તારનાર છે, પણ જે સમુદ્રના જળથી આ તીર્થ રૂંધાશે તે આ પૃથ્વી ઉપર બીજું કઈ તીર્થ પ્રાણીઓને તારનાર મારા જેવામાં આવતું નથી. જ્યારે શ્રીતીર્થકર દેવ જૈનધર્મ અને જૈન આગમ પૃથ્વી ઉપર રહેશે નહિ ત્યારે માત્ર આ સિદ્ધગિરિ જ લેકના મરથ સફળ કરનારો થશે”.
આ સાંભળી સગર ચક્રવતીએ લવણદેવને કહી સમુદ્રને અટકાવી દીધે, પછી ઈન્દ્રના કહેવાથી રત્નમણીમય પ્રભુની મૂતિઓ સુવર્ણ ગુફામાં મુકાવી દીધી અને સુવર્ણની મૂતિઓ અને સેના-રૂપાના પ્રાસાદ બનાવરાવી તીર્થને ઉદ્ધાર કર્યો.
આ રીતે સગર ચક્રવતીએ સાતમો ઉદ્ધાર કરાવી, બીજા તીર્થોની યાત્રા કરી, અધ્યામાં ગયા અને દીક્ષા લઈ સઘળા કર્મો ક્ષય કરી બેત્તેર લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી સમેતશિખર ઉપર મેક્ષે ગયા.
આઠમો ઉદ્ધાર-વ્યંતરેદ્રને
અભિનંદન સ્વામિજી પૃથ્વીતલને પાવન કરતા, એકવાર શ્રી શત્રુંજયગિરિવર ઉપર રાયણવૃક્ષ નીચે સમવસરી સુંદર પ્રકારે દેશના આપતા જણાવ્યું કે આ શત્રુંજય ગિરિવર, કામ, ક્રોધ, મદ, માન, લેભ, વિષયાદિ અત્યંતર શત્રુઓનો નાશ કરનાર, સર્વ પાપને દૂર કરનાર, મેક્ષનું લીલાગૃહ છે, અહીં કલ્યાણકુંભ જેવા સર્વ કલ્યાણનું કારણ અને સુવર્ણ વર્ણવાળા શ્રી આદિનાથ પ્રભુ રહેલા છે. અરિહંતો મેક્ષમાં ગયે છતે અને કેવળજ્ઞાનરૂપી પ્રકાશ નાશ પામે છતે આ તીર્થ જ સર્વ કલ્યાણ કરનારૂં થશે. જેઓ આ તીર્થમાં આવી ભક્તિથી ભગવાનનું ધ્યાન, પૂજન વગેરે કરે છે, તેઓ ચેડા જ કાળમાં મેક્ષસુખને પ્રાપ્ત કરે છે.” ઈત્યાદિ દેશના સાંભળી વ્યંતર નિકાયના ઈન્દ્રોએ શ્રીસિદ્ધગિરિજીના પ્રાસાદે જીર્ણ થયેલ જોઈ ભક્તિથી તીર્થના પ્રાસાદોને ઉદ્ધાર કરી નવા બનાવ્યા. આ આઠમ ઉદ્ધાર થયો.
- ઉદ્ધાર નવમો ચંદ્રયશા રાજાને શ્રીચંદ્રપ્રભુસ્વામીના શાસનમાં શ્રી ચંદ્રશેખર મુનીના પુત્ર ચંદ્રયશા રાજા ચંદ્રપ્રભા નગરીમાં રાજ્ય કરતા હતા. એકવાર શ્રી ચંદ્રશેખર મુનિ ચંદ્રપ્રભા નગરીમાં આવ્યા. ત્યાં ચંદ્રયશા રાજા
શ, ૯