________________
શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન
તે વખતે પાંચમા દેવલોકના ઈન્દ્ર મેન્ડે પ્રભુના પ્રાસાદો જીર્ણ થયેલા જોઈ દિવ્ય શક્તિથી નવા પ્રાસાદો કરાવી પાંચમે ઉદ્ધાર કરાવ્યા.
ઉદ્ધાર છઠ્ઠો-ચમરેન્દ્રનો બ્રહમેન્ટે કરેલા ઉદ્ધાર પછી લાખ કેટી સાગરોપમ એટલે કાળ વ્યતિત થયો ત્યારે અમરેન્દ્ર આદિ ભવનપતિ દેવલોકના ઈન્દ્રો નંદીશ્વરદ્વીપે ગયા હતા, ત્યાં બે વિદ્યાધર મુનિરાજે પાસે શ્રીસિદ્ધગિરિને મહિમા સાંભળતાં મુનિરાજેની સાથે શ્રીગિરિરાજની ઉપર યત્રાએ આવ્યા,
ત્યાં તીર્થ ઉપર રહેલા પ્રાસાદે જીર્ણ થઈ ગયેલા જતાં નવા પ્રાસાદો બનાવરાવ્યા. પછી દેવતાઓ પિતપોતાના સ્થાને ગયા. અહીં એક વાત ખાસ સમજી લેવી રહી કે “વસ્તુને સ્વભાવ જીર્ણ થવાને છે, દેવશકિતથી બનેલી વસ્તુ કદાચ અધિક સમય ટકી શકે. તે પણ તે જીર્ણ તે થાય જ ? કારણ કે તે ઔદારિક છે.
ઉદ્ધાર સાતમ-સગરચક્રવર્તીનો
શ્રી અજિતનાથ ભગવાનના વખતમાં બીજા ચકવતી સગર નામે થયા સગર ચક્રવતી ભરતક્ષેત્રના છ ખંડની સાહ્યબી અખંડ રીતે ભગવતા હતા.
એક વાર શ્રી અજીતનાથ ભગવાનના મુખે શ્રી શત્રુંજયગિરિરાજનું માહાસ્ય સાંભળ્યું. અને તેમના ઉપદેશથી શ્રી શત્રુંજયની યાત્રાને મોટો સંઘ કાર્યો
ચક રત્નના બતાવેલા માર્ગે સંઘ આગળ ને આગળ પ્રયાણ કરે છે. સંઘ માર્ગમાં દરેક ગામમાં શ્રીજિનેશ્વર દેવની પૂજા, મુનિજન વંદના, સાધર્મિક ભક્તિ, દાન વગેરે કાર્યો કરતાં શ્રીસિદ્ધાચલજી પાસે આવી પહોંચ્યો. ચકીએ ત્યાં સારી રીતે તીર્થ દર્શન નિમેરો અઠ્ઠાઈ મહોત્સવ કર્યો. સિદ્ધગિરિજી આવી પહોચ્યા. ત્યાં ચૌદ નદીઓમાંથી તીર્થજળ મેળવી સગર ચકવતી વગેરે શ્રીગિરિરાજ ઉપર ચઢી રાયણવૃક્ષ પાસે આવ્યા. ત્યાં ઈન્દ્ર પણ ભક્તિથી આવ્યા હતા. ચકવતી અને ઈન્દ્ર બંને પરસ્પર મળ્યા. ભરત મહારાજાની જેમ તીર્થમાં સ્નાત્ર પૂજાદિ મહોત્સવ કર્યો.
ઈન્દ્ર સગર ચક્રવતીને કહ્યું કે આ શાશ્વત તીર્થમાં તમારા પૂર્વજ ભરત મહારાજાના પુણ્યને વધારનારું આ કર્તવ્ય જૂઓ. ભવિષ્યના કાળમાં મલિન હૃદયવાળા લકે મણિ, રત્ન, રૂપા અને સુવર્ણના લાભથી આ પ્રાસાદની અને પ્રતિમાની કદાચ આશાતના કરશે, માટે ઈન્દ્રની જેમ તમે પણ આ પ્રાસાદની કંઈક રક્ષા કરે.”
(૬૪)