SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ સસ્ટમ જીરૂ wwજર વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨જો. પ્રમાહિત્ય-અધિક્કાર. ચારિત્રપાલન મહા કઠિન છે. તે પ્રમાદી મનુષ્યથી થઈ શકતું નથી. માટે 8594) પ્રમાદને સર્વથા ત્યાગ કરે જોઈએ. વિચાર કરે જોઈએ કેપ્રમાદી - મનુષ્યનું સાધારણ લૌકિક કાર્ય પણ સિદ્ધ થઈ શકતું નથી ત્યારે પલેકસંબંધી મૂક્ષસાધક કર્મમાં જે પ્રમાદ રાખે તે મેક્ષાદિ ક્યાંથી પ્રાપ્ત થઈ શકે? એટલે પ્રમાદી મનુષ્યનાં ઐહિક પારકિક બન્ને કાર્યો વિનાશ પામે છે, માટે સર્વ રીતે પ્રમાદનો ત્યાગ કરે. નીતિમાં પણ કહ્યું છે કે બગસ્ટ રિ મનુષ્કાનાં, રસ્થો મરિપુ” અર્થાત પ્રમાદ (આલસ્ય) તે મનુષ્યના શરીરમાં રહેલ મહાન શત્રુ છે, એદલે અન્ય શત્રુ તે બહાર રહી હેરાન કરે છે, પરંતુ આ શત્રુ તે પોતાના શરીરમાં રહી નાશ કરે છે. તે તે પ્રમાદથી તથા મોક્ષાદિ સાધનના જે વિન્નરૂપ આઠ પ્રકારના મદે, પાંચ ઈન્દ્રિયેના ત્રેવીશ વિષયે, ચાર કષાય, નિન્દા, ચાર વિકથાઓ જેને શાસ્ત્રકારોએ પ્રમાદરૂપ કહ્યા છે તેમાંથી પણ જીવ પિતે બચી મોક્ષસુખ મેળવી શકે તે વિષય સમજાવવા માટે આ અધિકાર આરંભ કરવામાં આવે છે. પ્રમાદસમાન જગત્માં કઈ અનિષ્ટક નથી. અનુરુપુ (૧ થી ૨). प्रमादः परमद्वेषी, प्रमादः परमं विषम् । प्रमादो मुक्तिपुर्दस्युः, प्रमादो नरकालयः ॥ १॥ પ્રમાદ (ગાફલતા) એ પરમ દુશ્મન છે, પ્રમાદ મોટું ઝેર છે, પ્રમાદ મુક્તિરૂપી પુરીને ચારરૂપ છે. અર્થાત મુક્તિરૂપી પુરીમાં જતા યતિના સંયમાદિ બ્રાતા વિગેરેને પ્રમાદરૂપી શત્રુ હરી જાય છે. જેથી મુક્તિપુરીમાં પહોંચી શકાતું નથી અને પ્રમાદ નરકનું ઘર છે, એટલે મુક્તિપુરીમાં જનારને નરકાલયમાં મેકલનાર પ્રમાદ છે. ૧. મહાસર્ષકરતાં પણ પ્રમાદ વિશેષ દુખપ્રદ છે. प्रमादस्य महाहेश्च, दृश्यते महदन्तरम् । आद्याद्भवे भवे मृत्युः, परस्माज्जायते न वा ॥२॥
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy