________________
wwwwww
૫૮૬ - વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ– ભાગ ૨ જે.
આવાં પુસ્તકના કર્તાને સ્વધર્મનિષ્ઠ શ્રાવક કે શ્રાવિકા અગર જૈનેતર પ્રજા જે તન, મન, ને ધનથી મદદ આપે તો જ્ઞાનદાનના વધારાની સાથે આત્મકલ્યાણ અવશ્ય થાય તેમ છે.
આ પુસ્તકથી સંસ્કૃત વિદ્યા નહિ જાણનારાઓને અપૂર્વ લાભ મળે છે માટે આવી સોનેરી તક ચુકવાથી હાથમાં આવેલ અમૃતને ઢાળી નાખ્યા બરાબર છે તે આ નિમિત્તે સ્થપાયેલ “વ્યાખ્યાન સાહિત્યપ્રકાશક” મંડળને ભલામણ કરવામાં આવે છે કે આવાં પુસ્તકની વૃદ્ધિ કરવામાં સંપત્તિ અને સમયને સદુપયોગ કરો.
મોરારજી માધવજી મહેતા, સંસ્કૃત પાઠશાળાના શાસ્ત્રી,
નવાનગર,
વિદ્યારસિક જેનમુનિશ્રી વિનયવિજયજી મહારાજે અનેક શાસ્ત્રોનું અવલોકન કરી સંગૃહીત કરેલ અને વાક્યોના ગુર્જર ગિરામાં અનુવાદ સાથે રચેલ “વ્યાકથાન સાહિત્યસંગ્રદ” ગ્રંથ સર્વ જનસમુદાયને અને તેમાં પણ જેનધર્માભિમાની વર્ગને વિશેષથી ઘણો ઉપયોગી થઈ શકે એવો છે. કારણકે એ ગ્રંથના પહેલા ભાગના સર્વ વિષયો મેં વાંચેલા છે તેથી હું કહી શકું છું કે આ ગ્રંથ કલ્યાણની ઇચ્છાવાળા મનુષ્ય અવશ્ય પિતાની પાસે રાખી પ્રતિદિન વાંચવો જોઈએ મુખદ્વારા દેવામાં આ વતા ઉપદેશ કરતાં ગ્રંથરચનાકારા દેવામાં આવતો ઉપદેશ અપરિમિત કાળ સુધી અસંખ્ય મનુષ્યોને સન્માર્ગપ્રદર્શક હેવાથી ઉત્કૃષ્ટ છે, આવાં શ્રેષ્ઠ સાધનને બતાવનાર પુસ્તકના રચવા વિગેરેમાં તન, મન અને ધનથી સહાયતા આપનાર મનુષ્ય સર્વ લેકના ઉપકાર કરનાર કહી શકાય છે. | | ITI સતાં વિમૂતા | શાસ્ત્રી પોપટલાલ અંબાશંકર,
જામનગર,
· गोलकजननीमयूरवाहिनीसरस्वत्या दासानुदासस्य नम्रनिवेदनं पूज्यमुनिश्रीविनयिविनयविजयं प्रति ।
अयं ग्रन्थो मयाक्षरशोऽवलोकितः । तस्मिन् स्थितश्लोकगुर्जरकवितादृष्टान्तामृतनिष्णातं मे मनः प्रभु प्रति धावति तत इदं मयोकम् ।