________________
પફ૪ Mાખ્યાન સાહિત્ય સંબતું. ભાઈ એ. અર્જુનને પરાભવ ત્રિભુવનમાં કરવા કેણ સમર્થ છે? ચિતિશક્તિ તમારા હૃદયમાં વિદ્યમાન છતાં, ક્ષણે ક્ષણે તેમનું સાહાચ્ય મળવાને તમને સર્વ સંભવ છતાં, ગરીબ ગાય જેવા થઈ ઉંધું મેં ઘાલી અનાથસરખા શું પડી રહ્યા છે? ઉંચું જુઓ, તમારે મસ્તકે ચિતિશક્તિ વિરાજે છે. તેની અભયપ્રદાત્રી છાયામાં સ્થિર થાઓ, શ્રદ્ધાથી સર્વદા તમારે વિજય છે. પરાજયને લેશ પણ સંભવ નથી.
વિશ્રાંતિ લે, વિશ્રાંતિ લે, પુનઃ પુનઃ વિશ્રાંતિ છે. એજ આરોગ્ય, બળ અને સર્વ પ્રકારના ઐશ્વર્યની પ્રાપ્તિને સત્ય ઉપાય છે. ક્યાં વિશ્રાંતિ લઈએ? ઘરમાં? શય્યામાં? પલંગઉપર? ના, ના, ના. ઘરમાં, શય્યામાં, પલંગઉપર યથાર્થ વિશ્રાંતિ મળતી નથી. ચિતિશક્તિમાં વિશ્રાંતિ લે. પરમાત્મામાં વિશ્રાંતિ લે, સ્વસ્ત્રપમાં વિશ્રાંતિ ચો. એજ યથાર્થ વિશ્રાંતિ છે. એજ આરોગ્ય, સર્વ પ્રકારનાં બળ અને સર્વ પ્રકારનાં ઐશ્વર્યાને અપનારી છે.
શચ્યામાં, પલંગઉપર શરીર પડયું રહે અને મન હજારે જાતનાં ગુંછળાં વાળે, એ યથાર્થ વિશ્રાંતિ નથી. શય્યામાં શરીર શબની પેઠે નિશ્રેષ્ઠ પડયું રહે અને મનમાં ચિંતાનાં, ફિકરનાં, નિરાશાનાં, ભય અને એવાજ બીજા હજારો હાનિકારક વિકારેનાં ભૂતડાં રમખાણ મચાવી મૂકે, એ સાચી વિશ્રાંતિ નથી. ચિતિશક્તિમય મનની તથા શરીરની શાંત, અચલ, અકિય સ્થિતિ એજ સાચી વિશ્રાંતિ છે. ઉંડા ઉતરે, હૃદયકમલમાં પ્રવેશે, ભય વિગેરે છોડી દે અને શાંત ચિતિસ્વરૂપમાં તન્મય થઈ “અબ મંભિ ભયા જગરાયા” એ સત્ય વચનાનુસાર સ્વયં બ્રહ્મ થઈ રહો.
પ્રાતઃકાળે ઉપર વર્ણવેલી કિયા નિયમિતપણે અને વિધિપૂર્વક કરવાથી નીચેના લાભ થવાનો સંભવ કમે કમે આવે છે. ૧ એકાગ્રતા સાધવાનું બળ પ્રતિદિન વધતું જાય છે અને તેથી ચિતિ
શક્તિપ્રતિ પૂર્ણ અભિમુખતા, જે સાધકને ઈષ્ટ વિષય છે, તે સિદ્ધ
થાય છે. ૨ પા કલાક શુદ્ધ વિચારનાં શાંત આંદોલનો આખા શરીરમાં વહેતાં,
રેગને ઉત્પન્ન કરનાર વિજાતીય આંદલનો દબાય છે અને તેથી પૂર્ણ
આરોગ્ય પ્રાપ્ત થાય છે. ૩ ચિતિંશક્તિના સામર્થ્ય વડે પ્રતિદિન મન પષાતું રહેતું હોવાથી
વ્યવહાર સુખ પ્રાપ્ત કરવામાં જે માનસિક શક્તિઓની આવશ્યક્તા છે, તે શકિતઓ નિત્ય વિકાસ પામતી જવાથી ઉત્તમ વ્યવહાર
સુખ સાધવાને મનુષ્ય સમર્થ થાય છે. ૪ ચિતિશતિમાં સર્વ પ્રકારનું સામર્થ્ય છે અને તે સામર્થ્ય મને નિત્ય મળે છે, તેથી હું સર્વ કરવાને સમર્થ છું, એવી આત્મબળમાં