SearchBrowseAboutContactDonate
Page Preview
Page 528
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન સાહિત્ય સંaહ–ભાગ ૨ જે. નવમ ઉત્તમ સ્થાદ્વાદભંગીરૂપી લહેરેના સમૂહયુક્ત એવા જ્ઞાનરૂપી સમુદ્રમાં આલેકમાં જેઓએ પ્રયત્ન કરેલ છે અર્થાત્ ઉત્તમ પ્રકારનું જ્ઞાન મેળવેલ છે એવા તે પુરૂષને સંસારરૂપી સાગર નક્કી એક ખાબોચીયાસમાન થાય છે એમ જંગમ તીર્થરૂપ એવા શ્રીજિનેશ્વર ભગવાનોએ જણાવ્યું છે. ૩૨. જ્ઞાનરસ આગળ અન્ય રસે નકામા છે. ઉપનાતિ. सुधा सुधा याति रसपयुक्ता, सा शर्करा कर्करवद्विभाति । द्राक्षा क्षयवं क्षणतः प्रयाति, प्राप्ते सति ज्ञानरसप्रवाहे ॥ ३३ ॥ જીવને જ્ઞાનરૂપી રસને પ્રવાહ પ્રાપ્ત થતાં ક્ષણ માત્રમાં અતિ રસયુક્ત એવું જે અમૃત તે વૃથા (ફેટ) થઈ જાય છે અને સાકર કાંકરાતુલ્ય ભાસે છે, તેમ ધાખ ક્ષયપણને પ્રાપ્ત થાય છે. ૩૩. જ્ઞાનથી તેજોમય બ્રહ્મનું દર્શન થાય છે. શા. ज्ञानाख्यसूर्यस्य महाप्रभावादज्ञानतामिस्रकदम्बकानि । नाशं प्रयान्ति ववनिस्थितानां, ज्योतिः परं च प्रकटसमेति ॥ ३४ ॥ જ્ઞાનરૂપી સૂર્યના મહાન પ્રભાવથી મનુષ્યોના અજ્ઞાનરૂપી અંધારાના સમૂહો નાશ પામી જાય છે અને પરબ્રહ્મરૂપી તેજ પ્રસિદ્ધપણાને પામે છે, એટલે અન્તઃકરણમાં બ્રહ્મદર્શન થાય છે. ૩૪. જ્ઞાની પુરૂષને સંસારરૂપી સૂર્યને તાપ પીડા કરતું નથી. उपजाति. भवार्कतापैः परितापितानां, ज्ञानं जनानां जलयन्त्रतुल्यम् । यत्माप्य नैवानुभवन्ति तापं, नाना प्रकारं भवयोनिभूतम् ।। ३५ ॥ સંસારરૂપી સૂર્યના તાપથી તપાયમાન થયેલા મનુષ્યને જ્ઞાન તે ફુવારાતુલ્ય છે કે જે ફુવારાને પામીને સંસારમાં જન્મવાથી ઉત્પન્ન થયેલા નાના (ભિન્ન ભિન્ન) પ્રકારના તાપને લેકે અનુભવતા નથી. અર્થાત્ કે જ્ઞાનીઓને સંસારને તપ તપાવી શકતો નથી. ૩૫.
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy