________________
૪૫૬ વ્યાખ્યાન સાહિત્યસંહ ભાગ ૨
નવમ આ ઋષિઓના આશ્રમમાં સત્કાર થયું છે તેનું કારણ પણ ધનજ છે. - અન્ય નથી. ૩,
નિર્ધનતામાં સર્વની પરીક્ષા. सरसीव पयःपूणे, सर्वमृद्धौ समं भवेत् । नै स्व्ये खपरयोर्भेदः शुष्केऽस्मिन्नुच्चनीचता ॥ ४ ॥
વાર્શ્વનાથત્ર. જળથી પૂર્ણ એવા તળાવમાં જેમ કેઈ ઉંચું નીચું સ્થાન દેખાતું નથી. તેમ સમૃદ્ધિમાં મનુષ્યને સર્વ સમાનજ ભાસે છે પરંતુ તળાવ સૂકાતાં તેમાં ઉો ભાગ નીચો ભાગ દેખાઈ આવે છે તેમ મનુષ્યનાં નિર્ધનપણામાં ઉંચ નીચનો ભેદ પ્રત્યક્ષ દેખાઈ આવે છે. ૪.
જે મિત્ર તેજ દુખમાં શત્રુ वनानि दहतो वह्ने, सखा भवति मारुतः ।
स एव दीपनाशाय, कृशे कस्यास्ति सौहृदम् ॥ ५॥ વનેને દાહ કરનાર અગ્નિને પવન મિત્રરૂપ થઈ તેની સંપૂર્ણ મદદ કરે છે અને તેજ પવન દીવાનો નાશ કરી નાખે છે એટલે દુર્બળની ઉપર કેને સ્નેહ હોય? પ્રબલ અગ્નિ હતો ત્યારે તેની વાયુએ મદદ કરી અને અલ્પ અગ્નિ થઈ ગયે ત્યારે તેણે તેને નાશ કરી નાખે. આમ દુનિયાનાં મનુષ્યનું પણ સમજવું. ૫.
આખું જગત્ અર્થને આધીન છે. यस्यार्थास्तस्य मित्राणि, यस्यास्तस्य बान्धवाः। यस्यार्थाः स पुमॉल्लोके, यस्यास्स च पण्डितः॥ ६॥
રાપરપદ્ધતિ. જેની પાસે અર્થ (ધન) હોય તેને બધાં મનુષ્ય મિત્ર થઈ જાય છે, તેને બંધુઓ (સગાઓ) થઈ જાય છે અને જેની પાસે ધન છે તેજ દુનિયામાં ખરે મરદ કહેવાય છે અને તેજ પુરૂષ પંડિત કહેવાય છે. (અર્થાત્ કે–પૈસાવાળા મનુષ્યમાં દરેક વ્યક્તિ પોતાને સ્વાર્થ સિદ્ધ થવાનું ધારી મૂકે છે. પછી સ્વાર્થ સિદ્ધ થાય અગર ન થાય પણ ઉપર મુજબ કાર્ય કરવામાં દરેક પ્રયતશીળ જણાય છે.) ૬.