SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ પછે. ધનમમ વાચન-અધિકાર. જે પૈસા શત્રુને પણ ઉપકાર કરનારા થઈ પડે છે, જે પૈસાથી સર્પ, ઉદર વિગેરેમાં ગતિ થાય છે, જે પૈસા મરણગ વિગેરે કેઈપણે આપત્તિઓ દૂર કરવાને શક્તિમાન નથી તેવા ૫સા ઉપર તે મેહ શો? ભાવાર્થ-વ્યવહારમાં પૈસાદારને આસમાનમાં ચઢાવી દેવામાં આવે છે કે સર્વે દાનમાત્રથને “વસ વિના નર પશુ? વિગેરે. આવા વ્યાવહારિક વાક્ય કેટલે અંશે આડે માગે દેરનારાં છે તે અત્રે બતાવે છે. પ્રથમ પદમાં બહુ સરસ ભાવ બતાવ્યો છે. શત્રુ ધન લુંટી જઈ અને તેજ ધનથી બળવાન થઇ તારી સામે તે વાપરે છે. પરશુરામે મહાસંહાર કરી નક્ષત્રી* કરેલી પૃથ્વી અને દેલત સર્વ સુભમને ભેગ પડયાં. પ્રતિવાસુદેવે મહેનત કરી ત્રણ ખંડનું રાજ્ય એકઠું કરે છે તે વાસુદેવના ઉપભોગમાં આવે છે અને પ્રતિવાસુદેવનું ચક તેનું પિતાનું જ માથું છેદે છે. આવી રીતે આ પણા પૈસાથી આપણે શત્રુ પણ બળવાન થઈ શકે છે. બહુ લોભી પ્રાણીઓ મરણ પામ્યા પછી તેના ધનઉપર સર્પ કે ઉંદર થાય છે. એવી વાત આપણે શાસ્ત્રમાં વારંવાર વાંચીએ છીએ. આ ભવમાંજ નહિ પણ પરભવમાં પણ આટલું દુ:ખ દેનાર અને નીચ જાતિમાં (તિર્યંચમાં) ગમન કરાવનાર પૈસાને માટે શું કહેવું અને તેના પર મેહ કે કરે, તે વિચારવા જેવું છે. - રાજા, ચકવતી અને આખી દુનિયાને માથે લેનારા બીજા શરવીરે ચાલ્યા ગયા ત્યારે તેઓના પૈસા એ તેઓને અને મોટા ધવંતરી વૈદ્યો કે ડાકટરે પણ બચાવી શક્યા નહિ. મેટા ધનવાને માંદા પડે છે ત્યારે તેઓને અસાધ વ્યાધિમાંથી પૈસા બચાવી શકતા નથી, તેમ બીજી આપત્તિમાંથી બચાવવાને પણ ધન સમર્થ નથી. આવી રીતે શારીરિક તેમજ માનસિક, ઐહિક તેમજ આમુમ્બિક અનેક દે નું મૂળ પૈસા છે તેથી તે પરમેહ કેમ કરે અને તેવા પૈસાથી આશા શી રાખવી? નંદરાજાની સેનાની ડુંગરીઓ પણ અંતે કાંઈ કામમાં આવી નથી એ ધ્યાનમાં રાખવા જેવું છે. ૨. ધનથી સુખકરતાં દુખ વધારે છે. ઉપનાતિ. ममत्वमात्रेण मनःप्रसादसुखं धनैरल्पकमल्पकालम् । आरम्भपापैः सुचिरं तु दुःखं, स्यादुर्गतौ दारुणमित्यवेहि ॥३॥ * ક્ષત્રિયરહિત.
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy