SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ પરિ છે. પરિગ્રહગ્રહણદોષ-અધિકાર. ४२८ અતિ પરિગ્રહથી થતું દુઃખ મગધ દેશવિષે રાજગૃહી નગરીમાં છે. જો છે તેની ચલણ નામે રાણી છે. એકદા ભાદ્રપદ માસમાં ચલણ રાણી રાની સાથે ગોખમાં બેસી વૈભારગિરિ સામું જોવા લાગ્યાં. ત્યાં અનેક નિર્ઝરણાં વહે છે, ઠામ ઠામ દદુરસ્વર થઈ રહ્યા છે, બાપયા બેલી રહ્યા છે, મોર નૃત્ય કરે છે, પાણીના વહેતા પ્રવાહ નદીમાં સમાતા નથી. એ અવસરે કઈ એક પુરૂષને નદી પ્રવાહની માહથી મોટી મહેનતે કાષ્ઠ કાઢતાં ચલણએ દૈઠે, તેથી મનમાં વિષાદ કરતી રાજા પ્રત્યે બેલી કે હે સ્વામી ભરિયાને સહુ કો ભરે, વઠાં વરસે મેહ, સધન સનેહા સહુ કરે, નિર્ધન દાખે છે. એ ઉખાણ જે જગમાં કહેવાય છે, તે સાચો છે. રાજાએ પૂછ્યું કે કેમ? તે વખતે રાણીએ કહ્યું કે હે સ્વામી! એ એક દરિદ્ર પુરૂષ છે તેને ઉદર ભરવું કઠણ છે. એણે પરભવે પુણ્ય કર્યું નથી માટે તમે સર્વને દાન આપે છે પણ એવા દુઃખીને કાં દેતા નથી? તે વખતે રાજાએ સેવક મોકલી તેને તેડાબે, તે પણ આવી નમસ્કાર કરી ઉભા રહ્યા. રાજાએ કહ્યું કે હે પુરૂષ! તું દુઃખિત થઈ કાષ્ઠ કાપે છે, માટે દુઃખ નહિ ભગવ. તેને જોઈએ તે હું આપું. તેણે કહ્યું કે હે સ્વામી! હું મમ્મણનામે વાણું છું. મને બે બળદ જોઈએ છીએ. તેમાં એક તે મેળવ્યો છે પણ બીજાને મેળવવામાટે ઉદ્યમ કરું છું. રાજાએ કહ્યું કે અમારે ઘેર હજારે બળદ છે, તેમાં જે સારે હોય, તે તું લે. વણિક બેલ્યો કે મારે બળદીઓ અન્ય જાતિના છે, તમારા તેવા નથી અને મને તે મારા બળદ જેજ બળદ જોઈએ! તે સાંભળી તેના બળદને જોવા માટે રાજા તે વણિકને ઘેર આવ્યા, ઘરમાં અત્યંત સમૃદ્ધિ દીઠી તથા સુવર્ણમય નજડિત એક બળદ દીઠે. તે જોઈ રાજા વિસ્મય પામ્યું અને તે સર્વ સમાચાર રાણને જઈ કહ્યા. ચેલણા પણ ત્યાં બળદ જેવા સારૂ આવી, બળદ જોઈને મમ્મણ પ્રત્યે બેલી. એવાં લાકડાં કાપવાથી તારે એ વૃષભ કેમ પ્રાપ્ત થશે? તે બોલ્યા કે એવાં વૃષભને અર્થે મેં સમુદ્રમાંહે પ્રવહણ પૂયો છે. પરદેશમાં એ લાકડાં વેચીને તેનાં નાણાં તથા રત લઈ આ વીશ. તમાંથી વૃષભ આવશે. એ કાષ્ટ જે છે, તે બાવનાચંદન છે, એને મર્મ જે પરીક્ષક હેય, તેજ જાણે. હું પણ બીજા કેઈને શીખવતો નથી. પછી રાજા રેણુ તેને લેભને વિચાર જાણી વિષાદ કરતાં પાછાં ઘેર આવ્યાં. હવે તે મમ્મણ શેઠ અતિ લેભના વાથી આત્ત ધ્યાન કરતે વિપત્તિ પામતો અપૂણ મનેજ મરણ પામી તિર્યંચાદિકને વિષે ઘણું ઘણું ભવપત ભયે, એમ જાણી ભવ્ય જીવે પરિગ્રહની વિરતિ કરવી.
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy