SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ પરિ છે. ધનહરશઠે–અધિકાર.. ૪૨૧ નાણુ અપાયાં નથી, પણ હવે હું માત્ર ૧૦ દિવસની અંદર વગર પુછયે આપી દઈશ, એમ કહી રજા લીધી, દશ દિવસને વાયદો કર્યો હતો, પણ તેને પાછા આપવા હોય તેને વાયદે, પણ જેને મુડીમાં આપવાજ નથી, તેને પછી વાયદાને ફાયદો શું કામ? ૧૦ દિવસને બદલે બેચાર મહિના થયા એટલે ફરી શાહને યાદી આપી કે ખલકપનાહ ! પેલે ૧૦ દિવસને વાયદે કરી ગયે હતું, પણ તેતે હવામાં ઉડી ગયે આતે દયા ડાકણને ખાય તે ઘાટ બન્યું માટે હવે તો કઠેર કાયદે અમલમાં લીધા વિના રૂપીઆ પતવાના નથી! આ પ્રમાણે બીરબલનું બેલડું સાંભળી અકબરશાહે એકદમ તે લાલને બોલાવી લાવવા હુકમ ફરમાવ્યું તેથી સીપાઈઓએ તેને લાવી હજુર આગળ રજુ કર્યો, એટલે બાદશાહ ક્રોધવંત થઈ લાલને કહ્યું કે “કેમરે! તારે વાયદા કયાં ગયો? બસ આજે રૂપીઆ આપ્યા પછી જ જવા દેવામાં આવશે. એમ કહી સીપાઈઓને કહ્યું કે આ બદમાસને તડકે બેસાડી મૂકે. સીપાઈઓ તો માત્ર હુકમની જ વાટ જોતા હતા. ખાસા મજેહના તડકામાં લાલને બેસાડી દીધા. લાલે વિચાર્યું કે આજે કમબખતી આવી પહોંચી, હવે મને છેડશે નહિ. તડકે તે પ્રાણ જાય છે, અને નાણુનાં તે ઠેકાણું નથી. કેટલાકનાં દેવાં પતવું! એમ કહી ધરતીઉપર લીટા ખેંચી છે જેનું દેવું હતું તેના તેના નામનું લીટું ખેંચ્યું એટલે ફલાણાના ૧૦૦, ફલાણાના ૪૦૦, ફલાણાના ૮૦૦, ફલાણાના ૧૪૦૦ એમ ગણતાં લીટી ખેંચતા છેવટ બાદશાહના ૫૦૦મે તેનું અને એક દરરેજ શેર અનાજનું પેટનું દેવું તેનું પણ એક લીટું ખેંચ્યું. આ સઘળે પ્રકાર શાહ ઝરે ખામાં બેઠે બેઠે નિહાળતે હેતે, લાલ સાહેબ તે લીંટા ખેંચી વિચારમાં પડ્યા, માથું ધુણાવતા ચિંતામાં તલ્લીન થયા અને છેવટે છેલ્લા સિદ્ધાંત ઉપર આવી વિચાર્યું કે, સઘળાના દેવાં છે; પરંતુ મારી પાસે હશે તો લેશે, નહિ તે લેશે શું આડી વાટની ધુળ!” એમ કહી એકપછી એક લીંટા ભુશી નાંખતાં બાદશાહના દેવાનું લીસું આવ્યું તે વખતે ઘણેજ વિચાર કર્યો પણ છેવટ તેને પણ હશે તે લેશે નહિ તે લેશે શું આડીવાટની ધુળ! શાહ શું કરશે? કેદ પુરશે. પણ તે ક્યાં સુધી ? ખાવા આપવું પડશે એટલે છેવટે થાકીન પિતાની મેળેજ કહાડી મૂકશે પણ બીજું શું કરી શકે તેમ છે? આમ વિચારી તે લીટું પણ ભુંસી નાખ્યું પણ છેલ્લું પેટના દેવાનું લીટું કઈ રીતે ભુશી શક્યો નહી, કેમકે તેનું દેવું આખ્યા વિના છુટકે જ નહોતું એટલે લાચાર. આ કામ જોઈ શાહે તેને હજુરમાં બેલાવી પુછયું કે તું શું કરતા હતા ? અને એ લીટા કહાડ્યા તથા વિચાર કરી ભેશ્યા અને એક લીટે સુંશી , શક્ય નહી એ શું? લાલે હાથ જોડીને કહ્યું કે ગરીબપરવર વાત પૂછવામાં , કશે માલ નથી, નાહક વાત કહેવાથી હું બમણે ગુન્હેગાર થઈ પડું. શાહે કહ્યું કે જે વાત હોય તે ખુશીથી કહે, તારા ગુન્હા માફ છે. આવું બાદશાહનું
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy