SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ પરિ છે. તષ-અધિકાર. ૩૧૩ ઘત રમવાની ક્રિયામાં ઉઘત (તૈયાર) એ પુરૂષ અનેક પ્રકારે જીવની જેમાં હિંસા છે એવા ગ્રંથને ધારણ કરે છે અને બહુ દુઃખવાળા તેવા-કાર્યને સ્વીકાર કરે છે જેથી અસ્ત બુદ્ધિવાળે તે પુરૂષ સંસારરૂપી વનમાં ગતિ કર્યા કરે છે, એટલે જન્મ મરણને પામ્યા કરે છે. ૧૧. જુગટુ રમનારની ક્રિયાઓ તથા તેનું છેવટનું નિદાન સ્થાન, - , साधुबन्धुपितृमातृसजनान्मन्यते न तनुते मलं कुले । द्यूतरोपितमना निरस्तधीः, श्वभ्रवासमुपयात्यसो यतः ॥ १२ ॥ જુગારમાં જેનું મન રૂઢ થઈ રહ્યું છે અને જેની બુદ્ધિ નાશ પામી ગઈ છે એ નીચ પુરૂષ સાધુ પુરૂષ, બાજો, પિતા, માતા તથા સર્જનને માન આપતા નથી અને કુળને કલંક્તિ કરે છે અને તે પાપથી નરકની ખાણમાં નિવાસ કરે છે. ૧૨. ધૃતથી દરિદ્રતા અને દુષ્કર્મની ઉત્પત્તિ. इतनाशितधनो गताशयो, मातृवस्वमपि योऽपकर्षति । शीलवृत्तिकुलनीतिदूपणः, किं न कर्म कुरुते स मानवः ॥ १३ ॥ જુગારથી જેનું ધન નાશ પામ્યું છે અર્થાત્ પિતાના હાથથી જેણે ધનને નાશ કરી નાખે છે એ જે મૂઢ જુગારી મનુષ્ય તે પોતાની માતાના વસ્ત્રને પણ ખેંચે છે. પિતાનું ચારિત્ર, ધંધે, કુળ અને નીતિને દૂષિત કરનારે તે મનુષ્ય શું કર્મ (કુકમ) કરતે નથી? અર્થાત્ સર્વ જાતનાં કુકમેને કરે છે, ૧૩. જુગારી કઈ વખત પોતાના શરીરના અવયવને પણ દેશવટાની ( શિક્ષા કરે છે. घाणकर्णकरपादकर्तनं, यदशेन लभते शरीरवान् । તરસમસ્તદુર્વિધર્મનારા, શ્રમતિ કાર સતના ૨૪ | પૂર્વના પુણ્યના ભેગને લીધે જો કે પિતે સવગવાળે છે તે પણ જે જુગારને વશ થઈ નાસિકા, કાન, હસ્ત, પાદ વિગેરેના કપાવાને પામે છે. અર્થાત્ છેવટ અંગેને પણ કપાવે છે, માટે સમગ્ર સુખે તથા ધમેને નાશ. કરનાર એવા જુગારને, બુદ્ધિવાળે જે મનુષ્ય આશ્રય કરે? અર્થાત્ નજ કરે. ૧૪.* * ડાકોરજીના મેળામાં એક માણસ જુગારમાં પોતાનું ભૂષણાદિ બધું ધન હારી ગયો ને છેવટે પિતાનું નાક કપાવવાનું કબુલ કરી તેણે રમત કરી તેમાં પણ હારી જવાથી છેવટે નાક કપાવ્યું. એવી કિંવદંતી છે.
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy