SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ-ભાગ ૨ જે. અષમ એજ સર્વ કર્મ, ધર્મ, અને શરમનું સત્યાનાશ વાળનાર છે! લેભ એજ મિત્રતા, સગાં, સહદર તથા પુત્રપૌત્રાદિઓમાં વિધિ કિંવા કાપાકાપી કરનાર છે! લેભ એજ સગુણ અને પ્રતિષ્ઠાની હાનિ કરનાર છે! વિશેષ શું કહેવું, પણ લેભમતિ મનુષ્ય મતિ અને રતિને ભ્રષ્ટ કરનાર છે. જે એ દુષ્ટ લેભના ઝપાટાથી બમે છે તેજ જગતને વંદનથી પૂજન કરવા ગ્ય થાય છે અને ધન્યવાદને પામે છે. તદનંતર તપસ્વી પ્રત્યે તે કાગરૂપ સેતાને કહ્યું કે, હું એટલું જ કહેવા માગું છું કે, બાદશાહની હારમાં તમારે કહેવું કે હું સાડાઅગીયાર વર્ષથી જે વૃક્ષ નીચે રહું છું તે વૃક્ષઉપર કાગડે આ હંસિની સહિત સદા રહે છે એમ નિરંતર જોઉં છું તથા મકાન, બચ્ચાં વિગેરે એનાજ છે અને આ હંસ “મારું ઘર તથા સ્ત્રી છે” એ દા ધરાવે છે, પણ તે તદન ખોટ છે; કેમકે સાડાઅગીયાર વરસની મુદતમાં તો મેં એ હંસને તે વૃક્ષઉપર આવેલે કઈ વખત દીઠે નથી. બસ એટલું જ કહેવું. કાગડાનું આ પ્રમાણે બોલવું સભળી તપસ્વીએ તેના કહેવા પ્રમાણેજ અમરફળની આશાએ હા પાડી. કેટલેક વખતે બાદશાહનો મોકલેલો અમલદાર આવી પહોંચ્યા અને દિલ્હીપતિ જહાંપ. નાહને હુકમ તે કાગડાને સંભળાવ્યું, જેથી તે કાગડે તથા કાગડામંડળ શાહની હજુરમાં જવા રવાના થઈ ટુંક મુદતમાં સે દિલ્હીપતિ હજુર જઈ પહે ગ્યા. જ્યારે અકબરશાહે કાગડાને પૂછ્યું કે “આ હંસના ઘરબારને તું જ. બરાઈથી ધણું થઇ પડયે છે એવી ફરિયાદ મા હાર થઈ છે તેવિશે તારું શું કહેવું છે? કાગડે કહ્યું કે હજુર આલી આલમપનાહ! હું જબરાઈથી ધણી થઈ પડે નથી પણ એ પિતાની જબરાઈથી મારા ઘરનો ધણું થઈ પડવા માગે છે, જે હું વાત ખોટી કહેતે હઉં તે મારી પાસે આખી ન્યાત સાક્ષીદાર છે. જેથી તેની ગવાહી-સાક્ષી લઈ દરયાફત કરો, શાહે તે કાગડાઓની સાક્ષી લીધી તે દરેકનું એજ પ્રમાણે કહેવું થયું કે, આ હંસિની એની વહુ છે, કેમકે અમે સઘળા એની જાનમાં ગયા હતા, જેથી હીમ્મતથી કહી શકીએ છીએ કે, એ ઘર કાગડાનું છે અને હંસ જાઢે છે. શાહે આ જુબાની સાંભળી હંસને કહ્યું કે આખી ન્યાત એની તરફેણમાં સાક્ષી આપે છે માટે હવે તારી પાસે બીજો કોઈ પુરાવો છે કે નહિ? હંસ બોલ્યા કે નેક ન્યાયી ખુદા સત્યને બેલી છે! એ કાગડાઓ સાક્ષી પુરે છે તેમાં નવાઈ જેવું શું છે? કેમકે એ પ્રતિવાદીની ન્યાતના છે જેથી એની શરમને લીધે કે પોતાની ન્યાતની મુછ ઉંચી રહે એવા જ્ઞાતિઅભિમાનને લીધે એની તરફદારી કરેજ માટે તેના તરફદારીઓની સાક્ષીઉપર નામદારને વજન રાખવા જેવું નથી, જે એની પાસે બીજા પુરાવા હોય તો તે પૂછે; શાહે કાગડાને ફરી પૂછ્યું કે, આ સાક્ષીઓ કરતાં બીજા કેઈ પ્રમણિક સાક્ષીદાર છે !” કાગડે જણાવ્યું કે હાજી હુજુર! તેજ ઝાડના નીચે એક તપસ્વી સાડાઅગીયાર વરસથી તપશ્ચર્યા કરે છે તેને
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy