________________
२६४
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ -ભાગ ૨ જે. હે (માન!) મદિરાને આધીન થવાથી મનમાં ભ્રમ (ઘેલછા) થાય છે અને મનમાં ભ્રમ થવાથી દુષ્ટ કમને મનુષ્ય કરે છે. અને જેથી કર્માધીન થઈ દુર્ગતિ (નરક દુખ) ભગવે છે માટે તમે મન, વચન, કાયા તથા કર્તા, કારયિતા, અનુદિતા, આમ ત્રણે પ્રકારે કરી મદિગને ત્યાગ કરે. ૪.
મદિરાથી થતા હાલહવાલ. हसति नृत्यति गायति वल्गति, भ्रमति धावति मूर्छति शोचते ।। पतति रोदिति जल्पति गद्दं, धमति धाम्यति मधमदातुरः ॥ ५ ॥
મદિરાના મદથી આતુર (ગડે થયેલે મનુષ્ય) ક્ષણમાં હસવા માંડે છે, ક્ષણમાં નાચે છે, ક્ષણમાં ગાય છે અને ક્ષણમાં બીજાને વળગે છે, ભમે છે, દેડે છે, મછી ખાઈ જાય છે, શોક કરે છે. જમીનમાં પડી જાય છે, રેવા માંડે છે, બકવા માંડે છે, ગદ્દગદ (ગળગળે થઈ) કઠે શ્વાસ લેવા માંડે છે અને પરિણામે થાકી જાય છે. પ.
મદિરાથી થતું અસહ્ય પાપ. स्वसमुताजननीरपि मानवो, व्रजति सेवितुमस्तमतिर्यतः । सगुणलोकविनिन्दितमद्यतः, किमपरं खलु कष्टतरं ततः ॥ ६॥
ગુણી લેકે એ નિંદેલા મદિરાપાનથી મનુષ્ય બહેન, દીકરી, અને માતા તરફ પણ કુદષ્ટિ કરી દેડે છે. કારણકે તે મનુષ્યની બુદ્ધિ મદિરાપાનથી આથમી ગઈ છે. તે જગતમાં આ કાર્ય કરતાં બીજું કયું વધારે કષ્ટ છે? અર્થાત્ સર્વ કષ્ટનું પર્યાવસાન મદિરામાં સમાઈ જાય છે. ૬.
દારૂડીયા પુરૂષની સ્થિતિ. स्खलति वस्त्रमधस्तनमीक्ष्यते, सकलमन्यतया श्लथते तनुः । स्खलति पादयुगं पथि गच्छतः, किमु न मद्यवशाच्छ्रयते जनः ॥७॥
મદિરાથી મત્ત થયેલા મનુષ્યનું નીચેનું વસ્ત્ર ખસીને પડી જાય છે, તેને બધું જગત ઉલટું દેખાવા માંડે છે, શરીર પડતું પડતું ચાલે છે અને રસ્તામાં ચાલતા દારૂડીયાના બે પગ ઠેસે ખાવા માંડે છે. એમ મદિરાને આધીન થઈ જવાથી મનુષ્ય શું કરતો નથી ? અર્થાત કે દારૂડીયાની પુરી પાયમાલી થાય છે. ૭.
મદિરાનું છટકું. असुभृतां वधमाचरति क्षणाद्वदति वाक्यमसह्यमसूनृतम् । परकलनधनान्यपि वाञ्छति, न कुरुते किमु मधमदाकुलः ॥ ८ ॥