________________
wwwmmmmm
મિથ્યાત્વ-અધિકારી
૧૦. ભાવિક) મિથ્યાવથી તિરસ્કાર કરાયેલે (એટલે જેની દષ્ટિ-વિચારશક્તિ આ સ્વભાવથીજ મિથ્યાત્વ ઉભું છે એ) પુરૂષ શ્રીજિનનાથ ભગવાને કહેલા સત્યતત્વને જોઈ શકર્તા નથી. ૧૫.
મિથ્યાત્વનું સ્પષ્ટીકરણ. दयादमध्यानतपोव्रतादयो, गुणाः समस्ता न भवन्ति सर्वथा । . दुरन्तमिथ्यात्वरजोइतात्तानो, रजोयुवालाधुमतं यथा पयः ॥ १६ ॥
જેમ રજ (કટુતાદિ) થી યુક્ત એવી તુંબડીમાં રહેલું પાણી મિષ્ટ થતું નથી તેમ દુરન્ત (જેને દુખેથી અન્ત આવી શકે) એવા મિથ્યાત્વરૂપી રજથી જેનો આત્મા હણાયેલે છે એવા મનુષ્યને દયા, દમ, (ઈન્દ્રિયનિગ્રહ) ધ્યાન, તપ, વ્રત વિગેરે સમગ્રગુણે ગુણરૂપે થતા નથી. ૧૬
સ્યાદાદને વિપરીત જ્ઞાનવાળે સમજી શકતું નથી, अवैति तत्त्वं सदसत्त्वलक्षणं, विना विशेष विपरीतलोचनः । यदृच्छया मत्तवदस्तचेतनो, जनो जिनानां वचनात्पराङ्मुखः ॥१७॥
જિનભગવાનનાં વચનથી વિમુખ, મત્ત મનુષ્યની માફક જેની બુદ્ધિ નાશ પામી છે એ મિથ્યાત્વદષ્ટિવાળે મનુષ્ય સ્યાદ્વાદના લક્ષણવાળા તત્વને યદચ્છાએ (પિતાની ઈચ્છા પ્રમાણે) વિશેષ રહિત માને છે એટલે કે જિનાગમને અન્ય આગની જેમ સામાન્યજ માને છે. ૧૭.
મિથ્યાત્વ દર્શનનું ફળ. त्रिलोककालत्रयसम्भवासुखं, सुदुःसहं यत्रिविधं विलोक्यते ।। चराचराणां भवगर्तवर्तिनां, तदन मिथ्याखवशेन जायते ॥ १८ ॥
ત્રણ લેક (સ્વર્ગ, મૃત્યુ, પાતાલ,) અને ત્રણ કાળ (ભૂત, ભવિષ્ય, વર્તમાન) માં ઉત્પન્ન થયેલું દુસહ એવું જે મન, વચન અને કાયાસંબંધી ત્રણ પ્રકારનું દુઃખ સંસારરૂપી ખાડમાં વતતા ચર અચર પ્રાણીઓને થતું દેખાય છે, તે દુઃખ અહિં મિથ્યાત્વ (અજ્ઞાન) ના વશથીજ ઉત્પન્ન થાય છે અથાત્ તે સર્વ જાતના દુખનું મૂળ મિથ્યાત્વજ છે. ૧૮.
મિથ્યાત્વયુક્ત જીવિત ઉત્તમ નથી. . वरं विषं भुक्तमसुक्षयक्षम, वरं वनं श्वापदवनिषेवितम् । वरं कृतं वहिशिखापवेशनं, नरस्य मिथ्याखयुतं न जीवितम् ॥१९॥