SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ * * MAAMAAANAAMMAAAAAAAAAAAAAAAAAAAAAM પરિધ. કથા-અધિકાર. ૧૨૭ કદી જોયે ન હોવાથી તે રાજાને ઓળખી શકે નહિ. મને તરસ લાગી છે, કંઈક પીવાનું આપ એમ રાજાએ તેને કહી. માળી એકદમ બગીચામાં ગયે અને એક દાડમ લઈ તેના દાણું નીચવી રસનું એક પવાલું ભરી રાજા પાસે લઈ આવ્યું. રાજા તે તરત પી ગયા પરંતુ તેની તરસ મટી નહિ તેથી તેણે પિલા માળીને બીજે છેડો રસ લાવવા કહ્યું. માળી તે લેવા ફરીથી બાગમાં ગયે. રાજા વિચાર કરવા લાગ્યું કે “આ બાગની જમીન અત્યંત રસાળ જણાય છે. એક ઘડીમાં ખ્યાલે ભરીને આ માળી દાડમને રસ લઈ આવ્યું. આ બાગના માલેકની તપાસ કરી તેના ઉપરને કર ખૂબ વધારે જોઈએ.” આતરફ પેલા માળીને બહુજ વાર લાગી કલાક થયે તે પણ તે રસ લઈને આવ્યું નહિ, ત્યારે રાજાને ચિંતા થઈ કે પ્રથમ મેં પીવાનું માગ્યું ત્યારે એક ક્ષણમાં તે ખ્યાલે ભરી રસ લાવ્યું અને અત્યારે લગભગ કલાક થવા આવ્યું છતાં તેનાં પ્યાલામાં રસજ કેમ એકઠો થતો નથી? એક કલાકે માળી લે લાવ્યું પરંતુ તે અધૂરે હતે. પહેલી વખત તરત ભરાયે અને આ વખતે આ કલાક તેમાં ગાળે તે પણ અધુરે રહ્યા એનું કારણ શું? એમ પૂછતાં વૃદ્ધિ અને જ્ઞાની માળીએ જવાબ આપે કે “પ્રથમ જ્યારે હું આપને માટે રસ કહાડવા ગયા ત્યારે રાજાની બુદ્ધિ સારી હતી પરંતુ બીજી વખત હું ગમે ત્યારે રાજાને કૃપાળુ અને પ્રજાવત્સલ સ્વભાવ બદલાઈ જઈ તેની બુદ્ધિ ફરી ગઈ હોવી જોઈએ. તે કારણથી પૃથ્વી રસ ચરી ગઈ અને તેથી પ્યાલે ભરાયેજ નહિ. મારા રસથી ભરેલાં દાડમ એકાએક નિરસ થઈ ગયાં એનું કારણ મને બીજું કંઈજ સુઝતું નથી.” રાજ જેતા મન વિચાર કર્યો કે માળનુ કહેવુ અક્ષર અક્ષર સત્ય છે. બાગમાં પિસતી વખતે ત્યાનાં લેકે ગરીબ છે અને તેમને મદદ કરવાની જરૂર છે એવા દયા અને પ્રેમના વિચારો રાજાના મનમાં હતા; પરંતુ જ્યારે તે માળીએ એક ક્ષણવારમાં ખ્યાલે ભરીને રસ કહાડી આપે ત્યારે તેનું મન બદલાયું અને બુદ્ધિ પણ ફરી ગઈ. રાજાનું વિશ્વ સાથેનું એક્ય તૂટતાંજ બગીચાનાં દાડમપર તેની અસર થઈ. રાજતરફથી પ્રેમતત્વને ભંગ થતાંજ દાડમનાં વૃક્ષોએ પિતાને રસ શેષી લીધે. આ કથા ખરી હોય કે ખોટી તેની સાથે આપણે કાંઈ કામ નથી. પરંતુ એટલું નિર્વિવાદ છે કે જ્યાં સુધી કુદરતની સાથે તમારી પૂર્ણ એકવાક્યતા છે, જ્યાં સુધી વિશ્વ સાથે તમારું ઐક્ય છે, જ્યાં સુધી તમે પિતાનું દરેકસાથે અને સર્વ સાથે અભિન્નત્વ માને છે ત્યાં સુધી સર્વ ઉપાધિ, પરિસ્થિતિ અને વાયુ પણ તમને અનુકૂળજ થશે અને જે ક્ષણે તમે સંબંધ તેડશે તે જ ક્ષણે સર્વ તમારી વિરૂદ્ધ થશે અને તે જ ક્ષણે સર્વ જગત તમારાપર શસ્ત્ર ઉગામશે. પ્રેમનું આ દિવ્ય તત્વ પૂર્ણ સમજે અને તે પ્રમાણે
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy