________________
૧૦.
આ સર્વનો તેમજ અન્ય મદદ કરનાર ગૃહસ્થને આ સાહિત્યપ્રકાશક મંડળ પૂર્ણ ઉપકાર માને છે અને તેઓની ઉચ્ચ મને વૃત્તિને અભિનંદન આપે છે. - સનિમહારાજ શ્રીવિનયવિજયજી તે આ પુસ્તકના કર્તા તથા તેમના ઉપદેશથીજ આ સાહિત્યપ્રકાશક મંડળની ઉત્પત્તિ થયેલી હોવાથી તેઓ આ મંડળના કાર્યને પિતાથી બની શકતી મદદ આપે છે તથા અપાવેજ છે. તેઓને પણ વખતે વખત સલાહકારક શ્રીમાન શ્રીવલ્લભવિજયજી મહારાજ છે તથા પૂજ્ય મુનિ શુભવિજયજીના શિષ્ય કનકવિજયજીએ પણ પિતાનાથી બનતી દરેક મદદ કરી છે. આ મંડળ દ્વારા સંઘનું કાંઈ પણ શ્રેય થશે તે તે પ્રતાપ અને પ્રભાવ શ્રીમુનિમહારાજેનેજ છે એમ ખરા અંતઃકરણથી આ મંડળ માને છે.
આ પુસ્તકમાં, હસ્તષથી, યાતે છપામણથી, કાંઈ પણ સ્કૂલના થઈ હોય, અગર તે બુદ્ધિના દેષને લીધે જેન શાસ્ત્રથી કાંઈ પણ વિરૂદ્ધ લખાણું હોય તે તે બાબત સર્વ સજજન પાસે ક્ષમા માગવામાં આવે છે અને તેઓએ આ મંડળને ભૂલ જણાવવા કૃપા કરવી કે જેથી બીજી આવૃત્તિમાં તે ભૂલ સુધારી શકાય.
આ ગ્રંથમાં ક્યા કયા ગ્રંથમાંથી શ્લેકે લીધા છે તેની સરલ સમજણ માટે àકેની નીચે ગ્રંથનાં નામે ટાંક્યાં છે એટલે એક ગ્રંથનું નામ આવી ગયું ત્યાર પછી જે ગ્રંથનું નામ આવે તે ગ્રંથના તેટલા શ્લેકે છે એમ જાણવું. જેમકે પત્ર ૧૩૨ માં ૯ થી ૧૫ સુધી લૈક સાત સૂકિતમુક્તાવલીના સમજવા; એમ સર્વ ઠેકાણે વિચારવું.
આ ગ્રંથની પહેલા ભાગની બાળબોધ ટાઇપમાં બીજી આવૃત્તિ છપાવવાને આ મંડળે જે વિચાર બહાર બતાવ્યો હતો તે વિચાર અચાનક લડાઇ ફાટી નીકળવાથી કાગળની મેંઘવારી થવાને લીધે બંધ રાખે છે અને આ બીજો ભાગ પણ કાગળની મેંઘવારીને લીધે પડતી કિંમતે વેચવા જેવું કર્યું છે.
અહીં જામનગરમાં જે સાહિત્યપ્રકાશક મંડળની સ્થાપના કરવામાં આવી છે તે જેમ પોતાના સાહિત્ય આદિ ગ્રંથે છપાવશે તેમ કેઈ સુનિમહારાજે અથવા કેઈ શ્રાવકવર્ગની ઈચ્છાનુસાર એગ્ય વ્યવસ્થા કરી તેઓશ્રીનાં પણ મુંબઈમાં નિર્ણયસાગરની હરિફાઇમાં ઉતરે તેવાં પુસ્તકો છપાવી આપવા ખંત બતાવે છે. કારણકે આ મંડળને અંગે સંસ્કૃત ભાષાનાં પુસ્તકના સંશોધનને સારૂ ખાસ એક વિદ્વાન પંડિતને માટે ખર્ચ રોક્યા છે અને વિશેષ કાર્યક્રમ વધવાની આશાથી બીજા વિદ્વાન પંડિતને સલાહ લેવા એજેલ છે. તેમજ આવા કાર્યમાં કાયમ લહીઆની જરૂર હેવાથી તેની પણ ગોઠવણુ કરી છે.