SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ આખ્યાન શાહિત્ય સંગ્રહ પ્રથમ, પણ આ યુક્ત હોય છે, જેમ રનેની ખાણમાં સર્વ જાતિનાં રત્નના અંકુરા સરખાપણે ઉગેલા હોય છે પરંતુ ચિંતામણિઓના અંકુરા સમધિક તેજવાળા વિલક્ષણ હેય છે અને તેથી જ શરાણે ચડતાં તેનામાં બીજા રત્ન કરતાં અધિક તેજ આવે છે, તેમ અરિહંતેના જીવેમાં પણ મુક્તિ ગમન એગ્ય ભવ્યતા ઉત્તમ પ્રભાવની સત્તાવાળી નિગોદાવસ્થામાં પણ હોવાથી જ અરિહંત પણમાં બીજા સામાન્ય કેવળીયે કરતાં અતિશય પ્રભાવવાળી ઉત્પન્ન થાય છે, અને તેથી જ તે કાળે પણ તેની ભવ્યતા અન્ય છ કરતાં વિલક્ષણ હતી એમ સિદ્ધ થાય છે. કારણ કે-કારણને સદશ કાર્ય થાય છે, વળી તે ભાવી અરિહંતેની ભવ્યતા જ્યારે પરિપકવ થાય છે ત્યારે તેમની સામ્યકત્વ પ્રાપ્તિ પણ નિયમા સ્વલ્પ કાળમાં–સંખ્યાતા ભવમાં સિદ્ધિ દાયિની, લગવિભાવને નિષ્પન્ન કરતી અને અન્ય-ભવ્યેની સમ્યકૂવ પ્રાપ્તિથી વિલક્ષણતા વાળી હોય છે. તેમને તત્વજ્ઞાત સમજાવતા ઉપદેશક ગુરૂને અધિક પરિશ્રમ પડતું નથી. સહજ કથન માત્રથી યથાર્થભાસ તેમના હૃદયમાં પ્રવૃત્ત થાય છે. તેવા સુકર બોધ સ્વભાવ ગુણવડે તે પ્રથમ ભવથીજ વય સંબુદ્ધ હોય છે. ત્યાંથી જ તેમને એવી ભાવના પ્રવૃત્ત થાય કે- “અહે! જૈન ધર્મને પ્રકાશ છતાં આ સંસારી જી ઘર માંધકારમાં ભૂલા ભમે છે તે મહા આશ્ચર્ય છે? તેથી હું પ્રબળ ઉદ્યમ કરીને એ મેહબંધકારમાંથી તે સર્વને કાઢી. શુદ્ધ મેક્ષ પથે ચડાવું અને પરમ સુખીયાં કરું.” આવી ભાવના તેમને સદાય વર્તે છે. અને તેમ કરવાને તેઓ પ્રવૃત્ત થાય છે. વળી તે જ્યાં સુધી સંસારમાં રહે ત્યાં સુધી મહા કરૂણના સમુદ્ર, કૃતજ્ઞ શિરોમણિ, વિનય પ્રધાન, અતિ ઔદાર્ય શૈર્ય ગાંભિર્ય, શૈર્યવાનું શરણાગત વત્સલ, ન્યાય માર્ગગામી, દેવગુરૂના ભક્ત, પરમ પોપકારી, પ્રાર્થના ભંગ ભીરૂ અને જગજજન બંધુ હોય છે તથા તીર્થકર થવાના ભાવથી પહેલાંના ત્રીજા ભવને પામે ત્યારે તે ભવમાં જિનાગમ પ્રસિદ્ધ વીશ સ્થાનકોના આરાધનને તપ અવશ્ય કરે છે, તેથી તીર્થકર નામ ગોત્ર ગીવતાર ઉપાર્જન કરી, સ્વર્ગ લોકમા મહર્દિક દેવતા થાય છે. ત્યાંથી એવી જ્યારે મનુષ્યલોકમાં રાજકુળમાં જનનીની કક્ષિમાં ચરમ અવતારે અવતરે છે, ત્યારે તે રાત્રિએ જનની ચેદ મહા સવમ તેને છે. જિન ગર્ભાવતારના પ્રભાવે ઈંદ્રાસન કંપે છે અને ઈદ્ર ગર્ભમાં વર્તતા પ્રભુને વારે છે. પછી ઈદ્રની આજ્ઞાથી દેવતાઓ તેમના માતા પિતાનું ઘર સેનું, રૂપું, રત્ન, વસ્ત્ર, અલંકાર, અને ધન ધાન્યાદિકે પૂર્ણ કરે છે. માતા પિતાને શ્રદ્ધા શુદ્ધ ધર્મબુદ્ધિ પ્રવર્તે છે, માતાના હૃદયમાં જગતને અભય દાન દેવાના–અમારી પ્રવતવવાના મનોરથ થાય છે. વૈર, વિરોધ શાંત થાય છે, દેશ બધામાં લેકે સુખીયા નિરોગી ને નિરૂપદવી થાય છે. આ પ્રમાણેને તે ગર્ભવતારને પ્રભાવ હોય છે. પછી જે રાત્રિએ જન્મ થાય છે તે રાત્રિએ ત્રણ ભુવનમાં સર્વત્ર ઉન થાય છે,
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy